________________
( ૩૩૨ )
- પંડિત લાલને
(આ પત્ર લખનારનું નામ છે. સગુણથી. તેઓએ ગૃહસ્થા શ્રમમાં શિક્ષણનું કામ ઘણું વર્ષ કર્યું છે. બાલબ્રહ્મચારી છે. તેમનામાં સેવાની તમન્ના છે. મતાગ્રહથી તેઓ દૂર છે.)
કિંમત કેની? સેનગઢમાં વીરચંદ પાનાચંદના ભાઈના બંગલામાં એક પ્રસંગે ઘણા બહેને એકઠા થયા હતા. તે વેળા આભૂષણોમાં સજજ થએલા બેનેને સમજાવવા પંડિતજીએ કહ્યું, હું એકવાર લંડન ગએલે, ત્યાં મીસ મેરી મને પિતાને બંગલે લઈ ગયા. ત્યારબાદ મેં પૂછયું તમારે મન કિમતી શું? તેઓ એક ડાબલો લઈ આવ્યા. એક પછી એક ત્રણ પેટી ખેલી તેમાંથી કિંમતી ચળકાટ વાળી હીરાની વીંટી બતાવી, મેં કહ્યું આ વીંટી કિંમતી કે એને જેનાર વધારે કિંમતી? જેનાર આત્મા છે, તે એની કિંમતને ? આ વાકય સાંભળતા તેઓ છક થઈ ગયા. આ આદેશની સંસ્કૃતિ અને તેનું જ્ઞાન, વાહ પંડિતજી આપને ધન્યવાદ. તા. ૨૬-૫-૫૯
કીર્તિલતાશ્રીજી
- પાલીતાણા (આ પત્ર લખનારા સાધવીજીનું નામ છે. શ્રી કિર્તિલતાશ્રી. તેઓ અંગ્રેજી મેટ્રિક સુધી ભણેલા છે, તેમનામાં જિજ્ઞાસા છે, ને વિશાલતા છે. સશુણાશ્રીના તેઓ શિષ્યા છે. )