Book Title: Panchashak Prakaranam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthanam

View full book text
Previous | Next

Page 346
________________ ३०५ परिशिष्टम्-७ શક્તિશાળી સાધકોને ચારે ય પ્રકારના આહારત્યાગનો નિષેધ કરાતો નથી. પરંતુ પ્રરૂપણાને આશ્રયીને “ચારે ય પ્રકારના આહારનો ત્યાગ જ કરાવવો” એવો કોઈ નિયમ નથી અને આ વિષયમાં ગીતાર્થ મહાપુરુષોની આચરણા પ્રમાણભૂત છે, તેઓ સાધકોની કક્ષા, ભાવના, શક્તિ, સંયોગાદિને સમ્યફ પ્રકારે જાણીને તેઓને તેમની ભૂમિકાનુસારે ચોવિહાર-તિવિહાર આદિ તપ પ્રમુખ સાધનામાં પ્રવર્તાવે છે, અને ભૂમિકાનુસાર આરાધના કરનાર તેઓ ખરેખર શ્રેષ્ઠ શાસ્ત્રારાધકો બને છે. ૧/૩૭ ગુરુપ્રતિપત્તિપ્રમુઉં પાકવિ વૈવ - ભોજનના સમયે સ્વભૂમિકાનુસાર માતા-પિતા, ધર્માચાર્ય અને ઈષ્ટદેવની ઉચિત પૂજા કરે તથા નવકારમંત્ર આદિ શબ્દથી “ધમ્મો મંગલ’ દશવૈકાલિક સૂત્ર વગેરે પ્રશસ્તશ્રુતનો પાઠ કરે. તે સમયે અન્ય પાઠ કરવો ઉચિત નથી કારણકે નિમિત્તશાસ્ત્રમાં તેનો નિષેધ કરેલો છે. જે પ્રવૃત્તિ આલોક અને પરલોક બંનેમાં હિતકારી છે તેથી તે જ પ્રવૃત્તિ પ્રશંસનીય બને છે. સુવિહત મહાપુરુષોએ આચરેલી પ્રવૃત્તિઓનું ખણ્ડન કરવાથી મહાન આશાતનારૂપ દોષ અને સદનુષ્ઠાનના અભાવરૂપ બે દોષની પ્રાપ્તિ થશે. - સંવિજ્ઞ ગીતાર્થ ગુરુભગવન્તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના યથાર્થ જ્ઞાતા હોય છે તથા સર્વ સ્થાને કર્તવ્ય અને અકર્તવ્યની સચોટ પ્રરૂપણા કરનારા છે આથી તેઓનું વચન મારા આત્માનું એકાન્ત હિત કરનારું છે. આવી ઉત્તમ શ્રદ્ધા દ્વારા ઉલ્લાસપૂર્વક તેને સ્વીકારવું જોઇએ. ગુરુભગવંતના વચનનું બહુમાન કરવાથી ભગવાનના વચનનું બહુમાન કર્યું ગણાય છે. જે ગુર્વાજ્ઞા પાળે છે તે જ જિનાજ્ઞા પાળે છે. ગુરુભગવત્તના વચનથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારને શ્રી ચન્દ્રવદ્યપ્રકીર્ણકમાં નીચે મુજબ દોષ જણાવ્યા છે. “જે મુનિ છઠ્ઠ, અટ્ટમ, ૪-૫-૧૫-૩૦ વગેરે ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરે, પરંતુ ગુર્વાજ્ઞાનું પાલન ન કરે તો તે ૮૪ લાખ યોનિરૂપ સંસારમાં અનંતકાળ પરિભ્રમણ કરે છે. આથી, ગુરુવચન પ્રમાણરૂપ હોવાથી દરેક સાધકે ગુર્વાજ્ઞાનું પાલન કરવું જોઈએ. ૧/૪૦ સતિ નામે - લાભાન્તરાયકર્મનો ક્ષયોપશમ પ્રાપ્ત થાય ત્યારે. ૯/૪૪ મનુબંન્ચમાવવિધઃ- જે સાધુ ભિક્ષા વાપરીને વ્યથા-કંટાળો પામ્યા વિના પોતાની ભૂમિકાને અનુરૂપ સ્વાધ્યાયાદિ સતત કરે છે, તેનું પચ્ચખાણ ખરેખર અનુપાલિત થાય છે. ધર્મનો અર્થી એવો સાધક રત્નત્રયીની વિશિષ્ટ સાધના થઇ શકે તે માટે ભોજન વાપરે. પરંતુ જો ભોજન કર્યા પછી નિદ્રા-વિકથાદિ પ્રમાદને જે સેવે અને સ્વાધ્યાયાદિ યોગોને ન આરાધે, તો તેણે ભોજન કર્યું કે ન કર્યું બધું સરખું જ

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362