Book Title: Pakistanma Jain Mandiro
Author(s): Mahendrakumar Mast
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 205
________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો -- ભાગલા પછી પાકિસ્તાનની જૈન વારસાગત મિલક્તની સંશોધનાત્મક પ્રવૃત્તિ થઈ નથી. હીરાલાલ દૂગ્ગડ (૧૯૭૯:૩૭૪)એ નોંધ કરી છે કે “અત્યારે કોઈ માહિતી ઉપલબ્ધ નથી કે પાકિસ્તાનમાં સ્થિત મંદિર અને અન્ય સંસ્થાઓની શી હાલત સ્થિતિ છે. આવું જ નિરીક્ષણ આર. કે. જૈને (૨૦૦૩:૨) કરેલ છે. જૈન મંદિરોની હાલની પરિસ્થિતિ વિશે કે જૈન મંદિર, ઉપાશ્રયો, સ્થાનકો વિશે કંઈ જાણકારી નથી. જ્યાં ઘર, દેરાસરો, ઉપાશ્રયો કે સ્થાનક હતાં તે મુખ્યત્વે પાકિસ્તાનની સરકાર અને લોકો દ્વારા જુદા જુદા ઉપયોગમાં લેવાયા છે. શિખરબંધ દેરાસરો હજુ અસ્તિત્વમાં છે, પણ જ્યાં જૈનો જ નથી પાકિસ્તાનમાં ત્યાં આ ધર્મસ્થાનકોમાં પૂજા-પાઠ આદિ ક્યાંથી થાય ? તેમ છતાં અમારા સંશોધન પ્રોજેક્ટ આ સવાલોના જવાબ મેળવવા અને વર્તમાન સ્થિતિ જાણવા (દેરાસર અને સંસ્થાઓની) પ્રયાસ કરેલ પણ પરિણામની જાણ થવા પામેલ નથી. ક્ષેત્રની મોજણી : યોજનાના પ્રથમ તબક્કામાં વેધક સાહિત્યિક અવલોકન કરવાની સાથે આવશ્યક માહિતી ભાગલા પૂર્વેની જગયાઓ અને જૈન કોમના પ્રાપ્ત સાહિત્યના ઉદ્ગમસ્થાનો અને સંપૂર્ણ મુલાકાતો યોજી એકત્રિત કરવામાં આવ્યા. આ રીતે ૧૩૦ મહત્ત્વનાં જૈન સ્થળો અને ૩૦ કેન્દ્રો, જે પંજાબ, વાયવ્યમાં મીમાંત પ્રદેશ (CKER) અને સિંધમાં છવાયેલા હતા તેની એક યાદ બનાવવામાં આવી. ત્યાર બાદ તેનું વિહંગાવલોકન કરી તેનો છેવટે સંક્ષિપ્ત ૯૦ સ્થળોમાં સમાવેશ કરવામાં આવ્યો. આ સ્થળોમાં દિગમ્બર અને શ્વેતાંબર જિનાલયો, દાદાવાડીઓ (દાદાબારીઓ), સ્થાનકો, સમાધિઓ, પુસ્તકાલયો, શાળાઓ અને છાત્રાલયો સમાવિષ્ટ છે. તદુપરાંત જૈન અને જ્ઞાતિના નામની સૂચક યાદી પણ સમાવિષ્ટ છે. તદુપરાંત જૈન અને જ્ઞાતિના નામ સચૂક પણ યાદીમાં ઉમેરવામાં આવ્યાં. આમાંથી મોટા ભાગના બાંધકામો બ્રિટિશ કાળમાં(૧૮૬૫ અને ૧૯૪૭)ની વચ્ચે બાંધવામાં અથવા નૂતનીકરણ કરવામાં આવ્યા હતા. સાહિત્યિક સમીક્ષા દરમ્યાન પાકિસ્તાનસ્થિત વસ્તીઓનું સંશોધન થયેલ હતું, જેનો આધાર પ્રાપ્ત ગેઝેટ બહાર પાડનાર અને અન્ય સંશોધનને લગતાં પ્રકાશનો હતાં. આ બદા બ્રિટિશકાળના હતા. મહત્ત્વની માહિતીઓની પ્રાપ્તિ આ ઉદ્ગમસ્થાનોથી થઈ હતી. જ્ઞાનતિઓની પૂર્વભૂમિકા અને ૧૮૦

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238