________________
૨૬૬ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ અવસરે દલાલી કરનારા વ્યાપારીઓ ત્યાં આવ્યા અને શેઠીઆઓને ઉદ્દેશીને કહેવા લાગ્યા,-“હે શેઠીઆઓ ! આજે અમુક પરદેશી સાર્થવાહ કે જેઓ આ ગામમાં ઘણું દિવસથી રહેલા છે, તેઓ સ્વદેશ જવાની ઈચ્છાવાળા છે, તેથી તે અનેક પ્રકારના વ, વિવિધ કરિયાણા, અનેક રને વિગેરે મેં માગ્યા પૈસા આપીને ખરીદે છે અને પિતાના કરિયાણા પણ મેં માગ્યા દામે વેચે છે. ઘણા વ્યાપારીઓ ત્યાં ગયેલા છે, તેઓ ઈચ્છિત લાભ લઈને આવેલા છે, તમે કેમ જતાં નથી ? વેપાર કેમ કરતા નથી ? આ અવસર ફરીથી ક્યારે મળશે?” આ પ્રમાણે સાંભળીને શાહુકાર ગૃહસ્થ જે હતા તે પણ ઉઠયાં, હવે કેટલાંક નિર્ધન અને સામાન્ય સ્થિતિના હતા તેવા વણિકે ધર્મશ્રવણ કરે છે. એટલામાં તે ઘરના સ્વામીએ વૃધ્ધાને કહ્યું, કે-હે માજી ! આ ઉનાળાનો સમય છે. તેથી ઠંડા જલથી સ્નાન કરો. ત્યારે વૃદ્ધાએ તેમ કરવાની હા પાડી ગૃહસ્વામીએ પિતાની પત્નીને કહ્યું, કે-હે પ્રિયે ! પેટીમાં સુંદર સુગંધી તેલ છે તે લઈને આ વૃદ્ધ માતાને તેલથી મનપૂર્વક સ્નાન કરાવે, હું ઉપર જઈને વૃધ્ધાને પહેરવા
ગ્ય વસ્ત્ર લાવું છું. તે વખતે શેઠાણીએ અને વહુએ તેલનું મર્દન કરી સ્નાન કરાવ્યું અને સુંદર વસ્ત્ર વડે શરીર લુંછયું. શેઠે પણ સુંદર વ લાવી તેને પહેરાવ્યાં અને ફરી સિંહાસન ઉપર બેસાડયા. ત્યારે વૃદ્ધાએ કહ્યું, કે “તમારા ઘરનાં આગણામાં કેણ આ બરાડા પાડે છે?” શેઠે જવાબ આપે કે હે માતા ! કઈ પરદેશી બ્રાહ્મણ