Book Title: Padartha Prakasha Part 02
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 91
________________ ૬૬ તિર્ધ્વલોકમાં શાશ્વત ચૈત્યો તિર્ધ્યાલોકમાં શાશ્વત ચૈત્યો પ્રસંગ પામીને હવે તિÁલોકના કુલ ચૈત્યો પણ ગણી લઈએ અને વંદના કરીએ. જંબુદ્રીપમાં ક્ષેત્રો, પર્વતો, મેરુ વગેરે જે જે છે તેથી બમણા ધાતકીખંડમાં અને પુષ્કરવરાર્ધદ્વીપમાં છે, એ વાત મનુષ્યના ભેદની ગણત્રી વખતે જીવવિચારના પદાર્થમાં જોઈ ગયા છીએ. તેથી શાશ્વત ચૈત્યો પણ તે મુજબ બમણા દરેકમાં થાય. તેથી ધાતકીખંડમાં તથા પુષ્કરવરાર્ધમાં ૧,૨૭૦ જિનચૈત્યો થાય. પરંતુ ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધમાં પૂર્વ-પશ્ચિમ વિભાગ કરતા મધ્યમાં ઉત્તરમાં અને દક્ષિણમાં ઈપુકાર પર્વતો છે, અને આ બન્ને ઈયુકાર પર્વતો ઉપર પણ એક એક ચૈત્ય છે. એટલે કુલ બે ચૈત્ય વધે. આમ ધાતકીખંડમાં ૧,૨૭૨ ચૈત્યો થાય. પુષ્કરવરાર્ધદ્વીમાં પણ ૧,૨૭૨ ચૈત્યો થાય. એટલે કુલ અઢી દ્વીપમાં ૧,૨૭૨ + ૧,૨૭૨ + ૬૩૫ = ૩,૧૭૯ શાશ્વત જિનચૈત્યો થયાં. હવે અઢી દ્વીપની બહાર - માનુષોત્તર પર્વત ઉપર ચાર દિશામાં નંદીશ્વરદ્વીપમાં ચાર દિશામાં ૪ ૫૨ તથા નંદીશ્વરદ્વીપમાં ૪ વિદિશામાં ઈન્દ્રાણીની રાજધાનીમાં દરેકમાં ચાર ચાર થઈ કુલ *૧૬ ૪ ૧૩મા દ્વીપની મધ્યમાં રુચક પર્વત ઉપર ચારે દિશામાં ૧૧મા કુંડલદ્વીપની મધ્યમાં કુંડલ પર્વત ઉપર ચારે દિશામાં ૪ આમ કુલ તિર્હાલોકમાં અઢીદ્વીપની બહાર co * આ પ્રસિદ્ધ મત છે. મતાંતરે ચૈત્યવંદનભાષ્યમાં અહીં ૩૨ ચૈત્યો ગણ્યા છે. તે પાઠ આ પ્રમાણે છે - નરવિત્તત્તિ વાળવØરૂપ, રાયહાળિયુ યુતીસા । चरो कुंडलरुयगे, नमामि बावन्न नंदिसरे ॥१२॥ + મતાંતરે ૯૬

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96