Book Title: Padarth Prakash Part 15
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 7
________________ આત્માનંદ જૈન સભાએ વિ.સં. ૧૯૬૭માં શ્રીસમવસરણસ્તવ, વિ.સં. ૧૯૬૮માં શ્રીકાયસ્થિતિસ્તોત્ર, શ્રીલઘુઅલ્પબદુત્વ, શ્રીદેહસ્થિતિસ્તવ, શ્રીકાલસપ્તતિકાપ્રકરણ અને શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર તથા વિ.સં. ૧૯૬૯માં શ્રીવિચારપંચાશિકા - આ ગ્રંથો પ્રકાશિત કરેલ. પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજના શિષ્યરત્ન મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે આ ગ્રંથોનું સંશોધન અને સંપાદન કરેલ. શ્રી મહાવીર જૈન સભાના સેક્રેટરી ખંભાત નિવાસી અંબાલાલ જેઠાલાલ શાહે વિ.સં. ૧૯૭૪માં શ્રીઅંગુલસત્તરી ગ્રંથ પ્રકાશિત કરેલ. આ ગ્રંથોના આ પુનઃપ્રકાશન પ્રસંગે અમે પૂર્વસંશોધકો, પૂર્વસંપાદકો અને પૂર્વપ્રકાશકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે સદા તેમના ઋણી રહીશું. આ પુસ્તકનું સુંદર મુદ્રણ કરનાર કિરીટ ગ્રાફિક્સવાળા શ્રેણિકભાઈનો અને આકર્ષક ટાઈટલ બનાવનાર મલ્ટી ગ્રાફિસવાળા મુકેશભાઈનો પણ આભાર માનીએ છીએ. આ પુસ્તકના અધ્યયન દ્વારા સહુ કોઈ પદાર્થોનો સાચો બોધ પામી સ્વ-પર જીવનમાં સમ્યજ્ઞાનનો દીવડો પ્રગટાવી મુક્તિમંજિલની નિકટ પહોંચે એજ શુભાભિલાષા. આજ સુધીમાં પૂજ્યશ્રીના ૬૮ ગ્રંથોને પ્રકાશિત કરવાનો લાભ અમને મળ્યો છે. ભવિષ્યમાં પણ પૂજ્યશ્રીના વધુને વધુ ગ્રંથોને પ્રકાશિત કરવાનો લાભ અમને મળતો રહે એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતીદેવીને પ્રાર્થના. લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીગણ (૧) તારાચંદ અંબાલાલ શાહ (૨) ધરણેન્દ્ર અંબાલાલ શાહ (૩) પુંડરીક અંબાલાલ શાહ (૪) મુકેશ બંસીલાલ શાહ (૫) ઉપેન્દ્ર તારાચંદ શાહ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 262