________________
૧૦૨
શ્રીકાલસપ્તતિકા પ્રકરણ આ અવસર્પિણીના ત્રીજા આરાના ૮૯ પખવાડીયા બાકી હતા ત્યારે ઋષભદેવ ભગવાનનું નિવાર્ણ થયું અને ચોથા આરાના ૮૯ પખવાડીયા બાકી હતા ત્યારે મહાવીરસ્વામી ભગવાનનું નિર્વાણ થયું. આવતી ઉત્સર્પિણીના ત્રીજા આરાના ૮૯ પખવાડીયા ગયા પછી પહેલા પદ્મનાભ ભગવાનનો જન્મ થશે અને ચોથા આરાના ૮૯ પખવાડીયા ગયા પછી ચોવીશમાં ભદ્રકૃત્ ભગવાનનો જન્મ થશે. વીરપ્રભુ અને પદ્મનાભપ્રભુનું અંતર ૮૪,૦૦૭ વર્ષ ૫ માસ છે.
અવસર્પિણીના ત્રીજા આરાના ૮૯ પખવાડીયા બાકી હોય ત્યારે પહેલા ભગવાનનું નિર્વાણ થાય અને ચોથા આરાના ૮૯ પખવાડીયા બાકી હોય ત્યારે છેલ્લા ભગવાનનું નિર્વાણ થાય. ઉત્સર્પિણીના ત્રીજા આરાના ૮૯ પખવાડીયા ગયા પછી પહેલા ભગવાન જન્મ અને ૪થા આરાના ૮૯ પખવાડીયા ગયા પછી છેલ્લા ભગવાન જન્મે.
સુધર્માસ્વામીથી દુ:પ્રસહસૂરિ સુધી ૨૩ ઉદયોમાં ૨૦૦૪ યુગપ્રધાનો થશે અને યુગપ્રધાનોની સમાન ૧૧,૧૬,૦૦૦ સાધુ ભગવંતો થશે. જેમાં વિશેષ પ્રકારે જિનશાસનની ઉન્નતિ થાય તે ઉદય કહેવાય છે. યુગપ્રધાનો એકાવતારી, સારા ચારિત્રવાળા, બધા સિદ્ધાંતોને જાણનારા અને પ્રભાવકો હોય છે. પ્રભાવકો ૮ પ્રકારના હોય છે - પ્રાવની, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાવાન, સિદ્ધ, કવિ. ઉપર કહ્યા તે યુગપ્રધાનોની સમાન સાધુ ભગવંતો આ પ્રવચની વગેરે ૨-૩ વગેરે શ્રેષ્ઠ ગુણોવાળા હોય છે.
મહાવીર સ્વામી ભગવાનના નિર્વાણ પછી - (૧) ૧૨ વર્ષે ગૌતમસ્વામી મોક્ષે ગયા. (૨) ૨૦ વર્ષો સુધર્માસ્વામી મોક્ષે ગયા. (૩) ૬૪ વર્ષે જંબૂસ્વામી મોક્ષે ગયા. તે વખતે ૧૦
સ્થાનોનો વિચ્છેદ થયો