________________ કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ પદાર્થસંગ્રહ ઉપશમનાકરણ :- જે વીર્યવિશેષથી કર્મોને ઉદય, ઉદીરણાકરણ, નિધત્તિકરણ અને નિકાચનાકરણને અયોગ્ય બનાવાય તે ઉપશમનાકરણ કહેવાય છે. ઉપશમના બે પ્રકારે છે - (1) સર્વોપશમના :- કર્મદલિકોની સર્વથા ઉપશમના કરવી તે સર્વોપશમના છે. તેને ગુણોપશમના અને પ્રશસ્તોપશમના પણ કહેવાય છે. પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા ૧ની બને ટીકાઓમાં પાના નં. 154 ઉપર આને ઉદયોપશમના પણ કહી છે. સર્વોપશમના મોહનીયકર્મની જ થાય છે. (2) દેશોપશમના :- કર્મદલિકોની દેશથી ઉપશમના કરવી તે દેશોપશમના છે. તેને અગુણોપશમના અને અપ્રશસ્તોપશમના પણ કહેવાય છે. પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા ૧ની બને ટીકાઓમાં પાના નં. 154 ઉપર આને અનુદયોપશમના પણ કહી છે. તે બધા કર્મોની થાય છે. સર્વોપશમના કરણકૃત જ હોય છે. દેશોપશમના કરણકૃત અને અકરણકૃત હોય છે. (1) કરણકૃત ઉપશમના :- યથાપ્રવૃત્તકરણ-અપૂર્વકરણ-અનિવૃત્તિ કરણથી સાધ્ય ક્રિયાવિશેષ તે કરણ. તેનાથી કરાયેલ ઉપશમના તે કરણકૃત ઉપશમના છે.