Book Title: Nyaya Bhuvanbhanu
Author(s): Jaysundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 162
________________ પરિશેષ પ્રથમ ખંડમાં પ્રમાણવિશે ઘણું કહેવાયું છે. કેટલાક જ્ઞાનો અપ્રમાણભૂત હોય છે - દા. ત. સંશય, ભ્રમ, અનધ્યવસાય. સંશય ઃ- જ્યારે એક જ વ્યક્તિ વિશે સંભવિત અને અસંભવિત એવા બે (વિરોધી) ધર્મોનું પ્રકાર રૂપે ભાન થાય તે જ્ઞાનને સંશય કહેવાય. દા.ત. દૂર રહેલી વ્યક્તિને જોઈને ‘માણસ ઊભો છે કે ઠુંઠું’ આવું જ્ઞાન. મનુષ્યત્વ અને ઠુંઠાપણું (=સ્થાણુત્વ) આવા બેવિરુદ્ધ ધર્મો એક વ્યક્તિમાં ન સમાવતા હોવા છતાં ભાસે છે તેથી ‘માણસ જ છે’ / ‘ઠુંઠું જ છે’ આવો પાકો નિર્ણય ન થાય ત્યાં સુધી તે વ્યક્તિનું જ્ઞાન સંશયાત્મક જ રહેશે. ભ્રમઃ- ભ્રમની વ્યાખ્યા તો પહેલા આવી જ ગઈ છે. વસ્તુમાં ન હોય તેવા ધર્મનું તેમાં નિશ્ચિતપણે ભાન થાય તો તે ભ્રમજ્ઞાન કહેવાય. દા.ત. છીપમાં રજતત્વનું, રજ્જુમાં સર્પત્વનું વગેરે. જૈનો અને નૈયાયિકો ભ્રમને અન્યથાખ્યાતિ કહે છે - એટલે કે એકસ્વરૂપવાળી વસ્તુનું અન્યસ્વરૂપે ભાન થવાનું માને છે. અન્યત્ર રહેલા સત્ રજતત્વનું અન્યત્ર એટલે કે છીપમાં ભાન માને છે. બૌદ્ધોના મતે ભ્રમ અસખ્યાતિ કહેવાય છે. છીપમાં રજતત્વ સાવ અસત્ કાલ્પનિક છે અને ભાસે છે. મીમાંસકોમાં કેટલાક વિવેકાખ્યાતિ માને છે. વિવેક = ભેદ. છીપ અને રજતમાં ભેદ છે પણ દોષના કારણે ઢંકાઈ જાય છે - ભાસતો નથી. એમના મતે વાસ્તવમાં કોઈ જ્ઞાન ખોટું નથી હોતું - બધા સાચા જ હોય છે. વેદાન્તમતમાં ભ્રમને અનિવર્ચનીયખ્યાતિ કહેવાય છે. કહી ન શકાય કે એ ભાસતું રજત સાચું છે કે ખોટું - એનું નામ અનિવર્ચનીય. 1 - અનધ્યવસાય :-જૈન દર્શનમાં, ચાલતી વખતે ક્યાંક ઘાસ અડી જાય તો ય ખાસ ખબર ના પડે એવુ બહુ જ મંદકક્ષાનું નહીંવત્ જ્ઞાન થાય તેને અનધ્યવસાય કહે છે. આ પ્રત્યક્ષનો એક પ્રકાર છે. અનુવ્યવસાય :-નૈયાયિક વગેરે દર્શનોમાં પહેલા વસ્તુનું જ્ઞાન થાય પછી એ જ્ઞાનનું જ્ઞાન થાય તેને અનુવ્યવસાય કહે છે. જૈનો - વેદાન્તીઓ વગેરે જ્ઞાનને સ્વપ્રકાશ માને છે. જ્ઞાનનું જ્ઞાન અનુવ્યવસાયથી નહીં પણ પોતાની મેળે જ થાય - અર્થાત્ જ્ઞાન જેમ વિષયપ્રકાશક હોય તેમ પોતે જ સ્વ-પ્રકાશક પણ હોય. જ્યારે નૈયાયિકો - કેટલાક મીમાંસક વગેરે જ્ઞાનને અનુવ્યવસાય વગેરેથી પ્રકાશ્ય માને છે નહીં કે સ્વતઃ-એટલે તેમના મતે જ્ઞાન સ્વપ્રકાશ નહીં પણ પરપ્રકાશ્ય છે. પ્રમાણ જ્ઞાનમાં પ્રામાણ્ય ધર્મ હોય છે. જ્ઞાનોત્પાદક સામગ્રીથી જ પ્રામાણ્યનું જ્ઞાન થાય તેને સ્વતઃપ્રામાણ્યગ્રહ કહેવાય. જ્ઞાનોત્પાદક સામગ્રી ઉપરાંત કોઈ સંવાદી જ્ઞાન વગેરે અતિરિક્ત સામગ્રીથી પ્રામાણ્યનું જ્ઞાન થાય તો તે પરતઃ પ્રામાણ્યગ્રહ કહેવાય છે. ધ્યાનમાં લો કે સ્વપ્રકાશવાદ અને સ્વતઃ પ્રામાણ્યવાદ બે જુદા જુદા છે. 398 8 8 8 8 ૧૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164