Book Title: Niyati Dwatrinshika
Author(s): Bhuvanchandra Muni
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 38
________________ ૧૯ નિયતિવાદીની દૃષ્ટિએ બધા વાદ મિથ્યા છે. અભિજાતિઓ નિયતિકૃત છે. દ્વાત્રિંશિકાના હવે પછીના શ્લોકોમાં નિયતિવાદી આજીવિક સંપ્રદાયની દાર્શનિક માન્યતાઓ સંક્ષિપ્ત રૂપમાં સંગૃહીત છે. દ્વાત્રિંશિકામાં ‘આજીવિક’ શબ્દ કયાંય આવતો નથી, પણ સંકલિત માહિતી આજીવિક માન્યતાઓ વિશેની જ છે એ સુનિશ્ચિત છે. चैतन्यमपि नः सत्त्वो मोहादिज्ञानलक्षणः । तदादि तद्वत्संकल्पो मिथ्याराशिः प्रवर्तते ।।१९।। અન્વયઃ નઃ [મતે] ચૈતન્ય પિ મોહાવિજ્ઞાનનક્ષળઃ સત્ત્વઃ, તાતિ [=તન્નિમિત્ત] तद्वत्संकल्पः [=चैतन्यवत्संकल्पः ] मिथ्याराशिः प्रवर्तते । અર્થ : અમારા મતે ચૈતન્ય પણ (–માત્ર–) સત્ત્વ છે – સજીવ પદાર્થ છે. મોહ–દ્વેષ વગેરેનું જ્ઞાન હોવું એ તેનું લક્ષણ છે. આ જ્ઞાન ઉ૫૨થી ‘જ્ઞાનવાન કોઈક હોવું જોઈએ' એવો મિથ્યા વિચાર જગતમાં પ્રવર્તે છે. વિવરણ : નિયતિવાદની જીવવિષયક માન્યતા અહીં રજૂ થઈ છે. ચૈતન્ય એટલે ભાન; મોહ, ઈચ્છા, વિચાર વગેરેનું સંવેદન. ચૈતન્ય એક ‘સત્ત્વ’ છે. સામાન્ય રીતે ‘સત્ત્વ’નો અર્થ ‘જીવ’ થાય છે. આજીવિકોના જૂના ઉલ્લેખોમાં એ અર્થમાં એનો પ્રયોગ થયો પણ છે. અહીં જે રીતે આ શબ્દ પ્રયોજાયો છે તે જોતાં આ શબ્દે નવી અર્થછાયા ગ્રહણ કરી હોય એમ લાગે. ‘અમારા મતે ચૈતન્ય પણ સત્ત્વ છે’ એમ કહેવાયું છે અને ‘જ્ઞાન’ને તેનું લક્ષણ બતાવવામાં આવ્યું છે. સાથે સાથે તેના કારણે તદ્વાન્ વસ્તુનો અર્થાત્ જ્ઞાનવાન વસ્તુનો મિથ્યા વિચાર પ્રવર્તે છે એમ પણ કહ્યું. સમગ્રપણે વિચારતાં આજીવિક મતમાં ‘સત્ત્વ’ શબ્દ ‘પદાર્થ’ના પર્યાયરૂપે દિવાકરજીના સમય સુધીમાં પ્રયોજાવા લાગ્યો હશે એમ અનુમાન કરી શકાય. ચૈતન્ય અથવા જ્ઞાન પણ એક પદાર્થ છે – એ વાકયનું તાત્પર્ય એવું જણાય છે કે રૂપ, રસ, પ્રકાશ જેવા ગુણોની જેમ ચેતના પણ ભૌતિક પદાર્થનો જ એક વિશિષ્ટ ગુણ છે. ‘જ્ઞાન એ ગુણ છે માટે તેના આધાર રૂપે કોઈ દ્રવ્ય હોવું જોઈએ, ગુણ ગુણી વગર ન હોઈ શકે’ એવાં અનુમાનથી આત્મવાદીઓ

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50