________________
૧૧૪
નિત્યનિયમાદિ પાઠ સુખ છે. “બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે.” (પ૩૯) “પરવસ્તુ ત્યાગવા યોગ્ય જ છે.” એ વાત સિદ્ધાંતરૂપ છે કે જેની પાછળ દુઃખ આવે તે સુખ
નથી.
હું કોણ છું?ક્યાંથી થયો? શું સ્વરૃપ છે મારુંખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪
આટલી વાત પ્રસ્તાવનાની કહી હવે અમૂલ્ય તત્ત્વવિચાર કહે છે. પહેલાં જે છોડવાનું છે તે કહીને હવે ગ્રહણ શું કરવું તે કહે છે. હું કોણ છું? –બધું બાદ કરતાં કરતાં જે બાકી રહે તે અનુભવ-સ્વરૂપ હું આત્મા છું. ક્યાંથી થયો ? હું અનાદિ અનંત હોવાથી નિત્ય છું. શું સ્વરૂપ છે મારું ખરું? “તું છો મોક્ષસ્વરૂપ.” હું મોક્ષસ્વરૂપ . કોના સંબંધે વળગણા છે ? ત્યાં કર્તાભોક્તાપણું વિચારે. રાખું કે એ પરિહરું? ત્યાં મોક્ષનો ઉપાય વિચારે કે કર્મ-વર્ગણા શાથી છે અને તે કેમ છૂટે ? અથવા (૧) હું કોણ છું ? એ પહેલા પ્રશ્નનો ઉત્તર વચનામૃતમાં છે :
અત્યારે, હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. તું સન્દુરુષનો શિષ્ય છે.” (૨૧-૧૧૭/૧૧૮) (૨) ક્યાંથી થયો?—સપુરુષનો શિષ્ય ક્યાંથી થયો? દરેકને પોતાનો ઇતિહાસ તો હોય. કોઈની પાસે સાંભળ્યું હોય, પછી સત્પરુષનો યોગ થયો હોય તેવું પુણ્ય પ્રાપ્ત થવા સત્પરુષની આજ્ઞા જાણે અજાણે પણ ઉઠાવી હોય. અલ્પ પણ શાતાનું મૂળ પુરુષ છે. સાચી વસ્તુની ભાવના,