Book Title: Nitishastra Pravesh
Author(s): Gordhandas Kahandas Amin
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 603
________________ ધમ અને નીતિ ૫૭૧ —એ વચનનું મનથી પાલન કરી શકે, તે તો ઘણું જ સારું; પરંતુ એ શક્ય નહિ હાય તાપણુ તે વિશ્વધટન! તથા યેાજનામાં પણ ઋષ્ટ તથા મંગલ ફલદાયી સુધારા કરવાના યત્ન કરતી રહેશે અને તેમાં જ પોતાના જીવનનું સાક માનશે. જગતમાં દૃષ્ટિએ પડતાં વ્યંગ તથા દાષ દૂર કરતી વખતે આત્મવિશ્વાસ પૂર્ણ અંતઃકરણથી પ્રયત્ન કરવામાં તે જગતની પ્રચંડ શક્તિનેા પણ ભય નહિ રાખે. કારણકે, ભય બહુધા અજ્ઞાન કિવા અનિશ્ચયથી ઉત્પન્ન થાય છે. આ દેખવું તેનામાં અસ્તિત્વ જ નથી હતું. તે અભય હાય છે તે જ પ્રમાણે અશોક ડ્રાય છે. કારણ કે, સ` વાત કેમ, કેવી રીતે બની, બને છે અને બનશે તેનું પૂર્ણજ્ઞાન થયા પછી શેાકને વિશેષ અવકાશ મળતા નથી. તેને જે જ્ઞાન થાય છે, તે વસ્તુસ્થિતિ અથવા પરમા સાથે પૂર્ણરીતે મળતું હાય છે તેથી નિત્ય અને અવ્યભિચારી હોય છે. કાલ'બસે અમેરિકા શોધી કાઢવો તેનેા અ જેમ એવા નથી કે તેણે અમેરિકા ઉત્પન્ન કર્યાં; તે જ પ્રમાણે ધનિષ્ઠાને જ્ઞાનપ્રાપ્તિ થાય તે! તે આ જ્ઞાન પેાતાની લહેર કે મત પ્રમાણે નવીન જ ઉત્પન્ન કરે એવું સમજવાનું નથી. તે વસ્તુસ્થિતિને યથાપણે એળખી લે છે. પરમાં નાન કાઈનાય મત કે લહેર ઉપર આધાર રાખતું નથી પણ અધિકારી માણસને અથવા ઋષિને તેનું દન થાય છે અને તેથી જ એવા ઋષિને મંત્રદ્રષ્ટા: કહેવામાં આવે છે. વેદને શ્રુતિ કહેવામાં આવે છે તેને ખરા અર્થ એ જ હાવા જોઈ એ કે, કાપણ પોતાની લહેર પ્રમાણે પરમા ના સ્વર બદલી શકતું નથી; પણ તે અધિકારી માણસના એટલે ઋષિના કાન પર પડે છે અને તેના શ્રવણથી તેમને સમાધાન પ્રાપ્ત થાય છે; ત્યાર પછી તે જનહિતાર્થે તે સ્વરે।ના શકય તેટલા અનુવાદ કરે છે. વેદને અપૌરુષેય કહેવામાં આવે છે તેને! પણ એ જ અર્થ છે. વેદ' એટલે જ્ઞાન. જ્ઞાન ફ્રાઈ પણ પુરુષની (સમાન હક્કના યુગમાં કાઈ પણ ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ની એમ કહીશું) લહેર કિવા ઇચ્છા પર અવલંબી રહેલુ નથી. તેનું સ્વરૂપ નિત્ય છે. કાઈ પણ કબૂલ કરશે કે, ઉચ્ચતમ ધર્માંનિષ્ઠાને આ અપૌષય તથા નિત્ય જ્ઞાન અથવા આ ‘વેદ'નું દર્શન કિવા શ્રવણ થાય છે અને તેથી આ પ્રત્યક્ષ જ્ઞાન કિવા વેદનું પ્રમાણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 601 602 603 604 605 606