________________
છે કે નૈષ્ઠિક અને અશુદ્ધ બ્રહ્મચર્ય તે સૂરિસમ્રાટનું જ. એ બાબતમાં એમના જેવી પરમ શુદ્ધિ અને સિદ્ધિ અત્યંત વિરલ અને દેાલી જ ગણાય. - “સૂરિસમ્રાટે “અનેક તીર્થોદ્ધારક” એવું બિરૂદ પણ હાંસલ કરેલું. પણ તે કાંઈ જે તે તીર્થોમાં જઈને માત્ર પ્રતિષ્ઠા મહોત્સવ પિતે કરાવી દીધું ને તીર્થોદ્ધારક થઈ ગયા એ રીતે નહિ. આજે તે ઘણું લેકે આ રીતે જ પિતે તીર્થોદ્ધારક બની રહ્યા છે.” કાપરડા, શેરીસા, કદમ્બગિરિ ઈત્યાદિ તીર્થોના ઉદ્ધારના પ્રસંગે આ મહાપુરુષે પ્રાણાંત કષ્ટો વેઠ્યાં છે. જાનની બાજી હોડમાં લગાવી દીધી હતી. અને વર્ષોની અથાગ અને સમર્પણભાવથી ભરીભરી જહેમતને અંતે એ તીર્થોનાં જીર્ણોદ્ધાર અને પુનર્નિર્માણનાં કાર્યો તેઓશ્રી કરી શક્યા હતા અને એમ કરવા દ્વારા વગર અભિલાષ પણ લેકડેયાની બળકટ લાગે એ તેઓશ્રી અનેક તીર્થોદ્ધારક એવા પદને પામ્યા હતા.
વસ્તુતઃ સૂરિસમ્રાટ આચાર્ય ભગવંત એ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવંત અને જગદ્ગુરુ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજ જેવા સમર્થ સંધનાયક યુગપ્રવર્તક મહાપુરુષની કેટિન યુગપુરુષ અને શાસન પ્રભાવક આચાર્ય હતાં. હૈમયુગ અને હીયુગની જેમ જ આ મહાપુરુષે પણ પિતાના યશજજવલ જીવન અને તેજોમય ધર્મ પ્રભાવનાને કારણે નેમિયુગ પ્રવર્તાવ્યું હતું એમ નિઃશંક કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org