Book Title: Neminath Stotra Sangraha
Author(s): Tirthbhadravijay
Publisher: Shraman Seva Religious Trust

View full book text
Previous | Next

Page 9
________________ પ્રકાશકીયમ્ સ્તુતિ-સ્તોત્ર-સ્તવનાદિની રચના કરી પૂજ્યપુરુષોએ પ્રભુભક્તિ માટે આપણને શ્રેષ્ઠ આલંબન આપ્યું છે. આ આલંબન પરમાત્મા સાથે અનુસંધાન કરી આપવા સમર્થ છે. અહીં શ્રી ગિરનારમહાતીર્થમંડન શ્રી નેમિનાથપરમાત્માના અપ્રકાશિત પ્રાચીન સ્તોત્રોના સંગ્રહનું પ્રકાશન થઈ રહ્યું છે. પ.પૂ. સચ્ચારિત્રચૂડામણિ પ.પૂ.આ.દે.શ્રી કનકસૂરીશ્વરજીમ.સા.ના સ્વર્ગારોહણના ૫૦મા વર્ષે ‘શ્રીવિજયકનકસૂરિ પ્રાચીનગ્રંથમાલા’ના પ્રારંભનો લાભ અમને મળ્યો એ અમારું અહોભાગ્ય છે. પ્રથમ વર્ષે જ આ પાંચમા પુસ્તકનું સંપાદન કરીને. તેના પ્રકાશનો લાભ અમને આપી કૃતાર્થ કરનાર અમારા પ્રેરણાદાતા પ.પૂ. ગણિવર્યશ્રી તીર્થભદ્રવિજયજીમ.સા.ના ચરણોમાં ભાવભરી વંદના કરીએ છીએ. ગ્રંથપ્રકાશનમાં-સંપાદનમાં બધી જ રીતે સહાયક બનનાર તેમના શિષ્યપરિવારની શ્રુતભક્તિની અનુમોદના કરીએ છીએ. આવા સુંદર ગ્રંથોના પ્રકાશનનો લાભ ભવિષ્યમાં પણ અમને આપતા રહે એવી પૂજ્યશ્રીને વિનંતી કરીએ છીએ. પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેનાર શ્રી માટુંગા છે. મૂર્તિ. તપ.જૈનસંઘનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ટૂંક સમયમાં સુંદર અક્ષરાંકન કરી આપનાર વિરતિ ગ્રાફિકસવાળા અખિલેશભાઈ મિશ્રાનો પણ આભાર માની વિરમું છું. શ્રીશ્રમણસેવારિલીજીયસટ્રસ્ટ વતી હસમુખભાઈ પ્રેમચંદ શાહ (પ્રમુખ) પોષ વદ-૫ ૨૦૬૯ શ્રી તારંગાવિહારધામ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 360