Book Title: Naywad Ane Yukti Prakash
Author(s): Padmasagar Gani, Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 34
________________ આ નાણાવIS A (નિહ્નવવાદમાં ચર્ચાયેલ વિષયો જુદાજુદા નયને આધારે છે. જેમકે જમાલિએ ઋજુસૂત્રને નયને આધારે કહેવાયેલ વચનોને વ્યવહારથી સમજવા પ્રયત્ન કર્યો ને ઋજુસૂત્રનો અપલાપ કર્યો. આર્ચ અશ્વમિત્રે ઋજુસૂત્રની માન્યતાને મુખ્ય કરી ક્ષણિક વાદ સ્વીકાર્યો. રોહગુપ્તની ચર્ચામાં સમાભિરૂઢનું કાંઇક સ્વરૂપ ભાગ ભજવી ગયું. એટલે નિહ્નવવાદને સમજવામાં નયોનું જ્ઞાન ખાસ અગત્યનું છે. સંક્ષેપમાં અહિં તે જણાવવામાં આવે છે.) નયજ્ઞાનની આવશ્યકતા - વિશ્વના વ્યવહાર માત્રમાં નયજ્ઞાનની આવશ્યકતા રહે છે. નવજ્ઞાન સિવાય જો કોઇ પણ વિચારણા કે વ્યવહાર ચલાવવામાં આવે તો તે વિચારણા ચા વ્યવહાર પોતાનું વાસ્તવિક ફળ ઉત્પન્ન કરી શકતા નથી, એટલું જ નહિ પણ વિપરીત ફળ ઉત્પન્ન કરે છે, માટે નચજ્ઞાન દરેકે મેળવવું જોઇએ. નયનું સામાન્ય સ્વરૂપ - નયને સામાન્ય રીતે સમજાવા માટે “ઢાલની બે બાજુ' - વાળું દષ્ટાન સારો પ્રકાશ પાડે છે, તે આ પ્રમાણે છે. પૂર્વના સમયમાં શૂરવીરતા માટે મોટે ભાગે રજપુત જાતિ વખણાતી, કોઈપણ સંકટ આવે તો રજપુત પોતાના પ્રાણ આપીને પણ તે સંકટનું નિવારણ કરતો. એક ગામ ઉપર એક પ્રસંગે કેટલાએક લૂંટારાઓએ લૂંટ ચલાવી. એક રજપુતે પોતાના પ્રાણનો ભોગ આપીને તે લૂંટારુઓથી ગામને બચાવ્યું. ગામવાળાઓએ તેના સ્મરણને માટે ગામને પાદરે તેની સ્મારક પ્રતિકૃતિ (પાળીયો) બનાવી અને તે વીરના હાથમાં એક તરવાર અને ઢાલ મૂક્યાં. તે ઢાલને બે બાજુ હતી. લોકોએ તેની એક બાજુ સોનાથી ને બીજી બાજુ રૂપાથી રસાવી હતી. એક વખતે પરદેશી બે મુસાફરો તે ગામને પાદરે નીકળ્યા. વીર રજપુતના સ્મારકને જોઇને બન્ને તેના વખાણ કરવા લાગ્યા. એકે કહ્યું- “ધન્ય છે વીરને કે જેણે પરને માટે પ્રાણ પાથર્યા.” બીજાએ કહ્યું - “ગામને પણ ધન્ય છે કે તેની કદર કરી પાળીચો બનાવ્યો કે સદાને માટે તેનું નામ ગવાયા જ કરે.”

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56