Book Title: Nayamrutam Part 02
Author(s): 
Publisher: Shubhabhilasha Trust

View full book text
Previous | Next

Page 150
________________ अर्वाचीन गुजराती कृति १२७ જીવવિચાર સ્તવન-સત્યવિજયના શિષ્ય વૃદ્ધિવિજયે વિ.સં. ૧૭૧૨ માં આ સ્તવન ૨ચ્યું છે. એમાં નવ ઢાલ છે. એ પ્રક૨ણાદિ વિચા૨ગર્ભિત શ્રી સ્તવન સંગ્રહ’માં શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગ૨ ત૨ફથી ઇ.સ. ૧૯૧૪માં છપાયું છે' જીવવિચા૨ ભાષા-પાર્શ્વચંદ્ર ગચ્છના હર્ષચંદ્રના ગુરુભાઇ નિહાલચંદ્રે આ કૃતિ મકસૂદાબાદ’ માં વિ.સં. ૧૮૦૬ માં રચી છે. એમાં ૧૮૬ કડી છે. આ કૃતિનું નામ વિચારતાં એમાં જીવના ભેદ-પ્રભેદોની હકિકત હશે એમ લાગે છે. જો એમ જ હોય તો એ એક રીતે 'ઓંટોલોજિ' (Ontology) ની કૃતિ ગણાય. પુદ્ગલ-ગીતા-ચિદાનંદે આ કૃતિ દ્વારા પુદ્ગલ સંબંધી એક જાણે નિબંધ ન લખ્યો હોય તેવી આ કૃતિ છે. આ સજ્જન-સન્મિત્ર' (પૃ.૫૦૫-૫૧૩) માં છપાઇ છે. આમાં કોઇ કોઇ સ્થળે હિંદીની છાંટ છે. નવતત્ત્વ ભાષા —આના કર્તા પણ ઉપર્યુક્ત નિહાલચંદ્ર છે. એમણે આ કૃતિ વિ.સ. ૧૮૦૭માં ‘મકસૂદાબાદ’ માં રચી છે. 'નવતત્ત્વવિચાર સ્તવન —સત્યવિજયના શિષ્ય વૃદ્ધિવિજયે ઘોઘામાં વિ. સં. ૧૭૧૩ માં આ સ્તવન રચ્યું છે. આના પ્રારંભિક અને અંતિમ ભાગ જૈન ગુર્જર કવિઓ ( ભા. ૨, પૃ. ૧૫૧–૧૫૨ ) માં નોંધાયેલો છે. નવતત્ત્વનું સ્તવન —જીવાદિ નવતત્ત્વનું સ્વરૂપ પર્યાપ્તિ વગેરે બાબત સહિત આમાં અપાયેલું છે. આની રચના દુહા અને ચોપાઈમાં છે. મણિવિજયના શિષ્ય ભાગ્યવિજયે વિ.સ. ૧૭૬૬માં પાટણમાં આ સ્તવન રચ્યું છે. એ ઉપર્યુક્ત પ્રક૨ણાદિ સંગ્રહમાં છપાયું છે. નવતત્ત્વ સ્તવન —ડુંગરવિજયના શિષ્ય વિવેકવિજયે ૧૮ ઢાલમાં આ સ્તવન વિ. સં. ૧૮૭૨ માં ‘દમણ’માં રચ્યું છે. શરૂઆતના ચાર ‘દુહા’ અને ‘કલસ’ પૂરતો ભાગ જૈન ગુર્જર કવિઓ . ( ભા. ૩, ખં. ૧, ૨૮૫–૨૮૬ ) માં અપાયેલો છે. ચૌવીસ દંડકનું સ્તવન –નામ, લેશ્યા ઇત્યાદિ ૨૯ દ્વા૨ ચોવીસ દંડકને અંગે આ સ્તવનમાં છ ઢાલમાં વિચારાયાં છે. આના કર્તા ઉત્તમવિજયના શિષ્ય પદ્મવિજય છે. એમણે આ સ્તવન મહાવીરસ્વામીની સ્તુતિરૂપે રચ્યું છે. આ ઉપર્યુક્ત પ્રકરણાદિ સંગ્રહ માં પ્રકાશિત થયેલું છે. ચૌવીસ દંડકનુ સ્તવન – પાર્શ્વનાથની સ્તુતિરૂપે આ સ્તવન વિજયહર્ષના શિષ્ય ધર્મચંદ્રે ‘જેસલમે૨’ માં વિ. સં. ૧૭૨૯ માં દિવાળીને દિવસે રચ્યું છે. આમાં ગતિ આગતિનું સ્વરૂપ આલેખાયું છે. આ સ્તવન પણ ઉપર્યુક્ત પ્રકરણાદિ સંગ્રહમાં છપાવાયું છે. ૧. આ એની બીજી આવૃત્તિ છે. ૨. આ પહેલી આવૃત્તિના પૃષ્ઠ છે. ૩. જુઓ જૈન ગૂર્જર કવિઓ ( ભા. 3. ખંડ 2, પૃ. ૧૦૯૯), ૪. એજન પૃ. ૧૨૦૦, ૫. “દીપોત્સવી પર્વનું રહસ્ય” એ વિષયને અંગે વડોદરા રેડિઓ સ્ટેશનેથી મેં વાર્તાલાપ ગઈ દિવાળીએ ૨જૂ કર્યો હતો. એ અહીંના સાપ્તાહિક નામે ગુજરાતમિત્ર તથા ગુજરાતદર્પણના તા. ૧૯–૧૦—૫૧ ના અંકમાં પ્રસિદ્ધ થયો છે.

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202