Book Title: Nayamrutam Part 02
Author(s): 
Publisher: Shubhabhilasha Trust

View full book text
Previous | Next

Page 11
________________ (૨૦) ૨૦) “શ્રાવકના બારવ્રતની સઝાય' (કડી- પ૬) (મુદ્રિત), ૨૧) “શ્રી સઝાય” (કડી- ૧૭), ૨૨) સાધુગુણ સક્ઝાય’ (કડી- ૭) ૨૩) ભગવતીસૂત્રની સક્ઝાયો/સક્ઝાયસંગ્રહની પોથી' (મુદ્રિત-૩૩, આમાંની કેટલીક સક્ઝાયો સ્વતંત્રરૂપે પણ મુદ્રિત છે), ૨) “ધર્મસંગ્રહ’. (સંસ્કૃત, મુદ્રિત) સપ્તનયવિવરણ રાસની રચના મુખ્યત્વે વિશેષાવશ્યકભાષ્યના આધારે થઈ છે. આ કૃતિમાં કર્તાએ સાતે નયનું સંક્ષિપ્ત વિવરણ પ્રસ્તુત કર્યું છે. દરેક નયનું લક્ષણ, તેની માન્યતા, પોતાના સમર્થન માટે દરેક નયનએ રજૂ કરેલા દૃષ્ટાંત, પૂર્વ પૂર્વ નય કરતા ઉત્તર ઉત્તર નય કેવી રીતે સૂક્ષ્મ છે? તેની સ્પષ્ટતા, દરેક નય કેટલા નિક્ષેપ સ્વીકારે છે? તે, તથા પ્રસંગથી સપ્તભંગીનું સ્વરૂપ, આટલા વિષયો આવર્યા છે. પ્રસ્તુત કૃતિ પર બાલાવબોધની પણ રચના થઇ છે. મૂળ કૃતિના શબ્દાર્થ અને ભાવાર્થ સ્પષ્ટ કરવા બાળકોને સમજાય તેવી ગુજરાતી ભાષામાં જે વિવરણ થાય તેને બાલાવબોધ કહેવાય છે. બાલાવબોધમાં મૂળ ગાથામાં અર્થ સ્પષ્ટ કર્યા છે. જ્યાં જરૂર જણાઇ ત્યાં પદાર્થની સ્પષ્ટતા કરી છે. અનેક સ્થળે મૂળમાં પ્રયોજાયેલા સંદર્ભોમાં મૂળ ઉદ્ધરણ સ્થળ મૂક્યા છે. આ જોતાં બાલાવબોધ પણ મૂળ રાસકાર શ્રી માન વિ.મ.ની રચના છે. તેવું અનુમાન થઈ શકે છે. પ્રસ્તુત કૃતિ આ પૂર્વે બે વાર પ્રકાશિત થઇ છે. (૧) જૂની પ્રતમાં બાલાવબોધ સાથે પ્રગટ થઇ છે. તેમાં સંપાદક કે પ્રકાશકનો કોઇ ઉલ્લેખ નથી આ પ્રતમાં બાલાવબોધ પણ છે. બાલાવબોધને તત્કાલીન ગુજરાતી ભાષામાં રજૂ કરવા સંપાદકે બાલાવબોધની ભાષા તેમજ વાક્યરચનામાં ફેરફાર કર્યા છે. (૨) વકીલ મોહનલાલ દલીચંદ દેસાઈએ જૈન શ્વેતાંબર કોન્ફરંસ હેરાલ્ડમાં મે ૧૯૧૭ના અંકમાં આ કૃતિ પ્રગટ કરી છે. આમાં કેવળ મૂળ રાસ છે, બાલાવબોધ નથી. હસ્તપ્રત માહિતી ૧) સપ્ટન વિવરણ રાસ મૂલ : આ પ્રત આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર મહાવીર જૈન આરાધના કેંદ્ર, કોબામાં છે. ક્રમાંક-૨૭૧૭. આ પ્રતમાં કેવળ મૂળ રાસ છે, બાલાવબોધ નથી. પ્રત શુદ્ધ છે અને સંશોધિત છે. તેના ૧૬ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૨ પંક્તિ છે. પ્રત્યેક પંક્તિમાં ૪૧ અક્ષર છે. મૂળ કૃતિની પાઠ શુદ્ધિ માટે આ પ્રત બહુ ઉપયોગી બની છે. ૨) સપ્ટનયવિવરણ રાસ સહ બાલાવબોધ : આ પ્રત આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર ૧. જૂઓ-ગુજરાતી સાહિત્યકોશ,ખંડઃ૧,મધ્યકાળ. પત્ર-૩૦૮. સં.જયંત કોઠારી આદિ. પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ, ઈ.૧૯૮૯

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 202