Book Title: Navtattva Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 323
________________ સિધાવ્યા. કેટલાક જીવો અચલિગ એટલે તાપસ વગેરેના વેશમાં પણ મોક્ષ પામે છે. મહાત્મા વલ્કલચીરી તાપસના વેશમાં હતા, પણ ભાવશુદ્ધિને કારણે કર્મનો ક્ષય થતાં કેવલજ્ઞાન પામ્યા અને મોક્ષમાં સિધાવ્યા. આવા સિકોને અચલિગસિદ્ધ સમજવા. કેટલાક જીવો જૈન શ્રમણના વેશમાં મોક્ષે જાય છે, તેમને સ્વલિગસિદ્ધ સમજવા. સ્વલિગ એટલે જિનશાસનનું પોતાનું લિગ, જિનશાસનમાં નિયત થયેલો સાધુનો વેશ. લિગનો અર્થ જાતીયસંજ્ઞા કરીએ તો સ્ત્રીલિગ, પુષલિગ અને નપુંસકલિગ એ ત્રણેય લિગમાં જીવો મોક્ષે જાય છે. દાખલા તરીકે ચંદનબાળા સ્ત્રી હતાં, ગૌતમસ્વામી વગેરે પુરુષ હતા અને ગાંગેય વગેરે (કૃત્રિમ) નપુંસક હતા. કેટલાક એમ માને છે કે સ્ત્રીલિગે મોક્ષ ન મળે, તેનું આ વિધાનથી નિરસન થાય છે. કેટલાક જીવો સંધ્યાના રંગ, વૃદ્ધત્વ વગેરે નિમિત્તો પામી વૈરાગ્યવાન બને છે અને મોક્ષે જાય છે, જેમકે રાજર્ષિ કરકંડુ; તો કેટલાક જીવો સંધ્યાના રંગ, વૃદ્ધત્વ આદિ કોઇ પણ નિમિત્ત પામ્યા વિના, તેમજ ગુસ્સા ઉપદેશ વિના પણ મોક્ષમાં જાય છે, જેમકે મહાત્મા કપિલ. તેમજ કેટલાક જીવો ગુસ્થી બોધ પામીને ચારિત્ર ગ્રહણ કરે છે તથા તેના નિરતિચાર પાલનથી મોક્ષે જાય છે. તેમને અનુક્રમે પ્રત્યેકબુદ્ધસિહ, સ્વયંબુદ્રસિદ્ધ અને બુહબોધિતસિહ જાણવા. કેટલીક વાર એક સમયમાં એક જીવ મોક્ષે જાય છે, તેમને એકસિદ્ધ સમજવા અને કેટલીક વાર એક સમયમાં અનેક જીવો સિદ્ધ થાય છે, તેમને અનેકસિદ્ધ સમજવા. સિદ્ધ ભગવંતોની સ્તુતિના અધિકારે કહેવાયું છે કે सिद्धाणं बुद्धाणं, पारगयाणं परंपर-गयाणं । लोअग्गमुवगयाणं, नमो सया सव्व-सिद्धाणं ।। ઓ સિદ્ધ છે, બુઢ છે, પારગત છે, પરંપરાગત છે અને લોકના અગ્રભાગે ગયેલા છે, એવા સર્વ સિહોને સદા નમસ્કાર હો. અહીં સિદ્ધ વિશેષણથી આઠે કર્મનો ક્ષય કરનાર, બુદ્ધ વિશેષણથી સર્વજ્ઞ અને સર્વદર્શી, પારગત વિશેષણથી સંસારનો પાર પામેલા, પરંપરાગત વિશેષણથી ગુણસ્થાનની પરંપરાનો આશ્રય લઈ મસમાં નારા, એવો અર્થ અભિપ્રેત છે. મોક્ષમાં નાર સર્વ જીવો કર્મરહિત થાય કે પોતાની સ્વાભાવિક ઊર્ધ્વ ગતિથી લોકના અગ્રભાગે રહેલી સિદ્ધશિલામાં પહોંચી જાય છે અને સદાકાલ સ્થિર રહે છે. (૧) ઉર્ધ્વલોકમાંથી એક સાથે ચાર મોક્ષમાં જાય છે. (૨) અધોલોકમાંથી એક સાથે ૨૦-૨૨ અથવા ૪૦ મોક્ષે જાય છે. તિર્યંગ લોકમાંથી એટલે તિર્જી લોકમાંથી ૧૦૮ મોક્ષે જાય છે. સમુદ્રોમાંથી બે એકસાથે મોક્ષે જાય. અન્ય જળાશયોમાંથી ત્રણ મોક્ષે જાય. મહાવિદેહ ક્ષેત્રની દરેક વિજ્યમાંથી ૨૦-૨૦ મોક્ષે જાય. નંદન વનમાંથી ચાર મોક્ષ જાય છે. (૮) પાંડુક વનમાંથી બે મોક્ષે જાય છે. Page 323 of 325

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325