________________
૧૧. સિજ્જા = ઉપાશ્રય, શય્યા=શયનભૂમિ. ઉપાશ્રય અનુકૂળ કે પ્રતિકૂળ હોય અથવા શયનસ્થાન ઊંચું નીચું હોય તો સમભાવ રાખવો તે શય્યા પરીષહ
૧૨. અજ્ઞાનીલોકોના આક્રોશ, શાપ, કઠોરવચન સાંભળે છતાં સમભાવ રાખે તે આક્રોશ પરીષહ
૧૩. લોકો મારે કે વધ કરે તો પણ મનમાં અશુભ ભાવ ન લાવે ક્ષમા રાખે તે વધ પરીષહ.
૧૪. મોટા કુળના હોવા છતાં લોક લજ્જાને વશ થયા વિના ઘર-ઘર ફરી માધુકરી વૃત્તિથી ભિક્ષા ગ્રહણ કરવી તે યાચના પરીષહ
૧૫. યાચના કરતા આહાર આદિ આવશ્યક વસ્તુ ન મળે તો મનમાં ખેદ ધારણ ન કરે તથા વસ્તુ ઉપલબ્ધ હોવા છતાં કોઈક ન આપે તો દ્વેષભાવ ન કરવો તે અલાભ પરીષહ.
૧૬. શરીરમાં રોગ ઉત્પન્ન થાય તો સમભાવ પૂર્વક સહન કરે અને પ્રતિકા૨ની પણ ઇચ્છા ન કરી શાંત રહેવું તે રોગ પરીષહ.
૧૭. વિહારમાં ચાલતા સમયે પગમાં કાંટો વાગે અથવા સંથારા (પથારી)માં સૂતા તૃણ-ઘાસ વગેરે ચુભે (ખૂંચે) તો સમભાવ રાખવો તે તૃણસ્પર્શ પરીષહ.
૧૮. શરીર કે વસ્ત્રના મલને સહન કરવો અને સ્નાન કે ઉપસ્નાનની ઇચ્છા પણ ન કરવી તે મલ પરીષહ.
૧૯. પોતાનો સત્કાર થાય ત્યારે મનમાં રાજી ન થવું, સન્માન ન થાય તો ખેદ ન કરવો, બીજાનો સત્કાર થતો જોઈ નારાજ ન થવું. માનઅપમાનના સમયે રાગદ્વેષથી પર રહેવું તે સત્કાર પરીષહ.
૨૦. પોતાની ઘણી બુદ્ધિનો ગર્વ નહિ અથવા અલ્પબુદ્ધિનો રંજ નહિ અને અન્યની ઘણી બુદ્ધિની ઇર્ષ્યા ન કરવી કે અલ્પબુદ્ધિનો ઉપહાસ ન કરવો તે પ્રજ્ઞા પરીષહ
૨૧. કોઈ અન્યદર્શની કે કુદર્શનીવ્યક્તિ સાધકને ચારિત્રથી ભ્રષ્ટ કરવા અથવા પોતાના મતમાં ભેળવવા માટે કહે કે તું છેતરાયો છું, તેં સ્વીકારેલ ધર્મ ફૂડો=ખોટો છે માટે તું એ ધર્મ છોડી દે. આ પ્રકારના
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org