Book Title: Nav Smaran Sachitra Author(s): Devchand Damji Kundlakar Publisher: Bhadrasenvijay View full book textPage 6
________________ મુંબઈ કોટના ઉપાશ્રયે ગયે હતું, તે સમયે તેઓશ્રી “નવમરણ” છપાવવા માટે ગંભીરતાથી વિચારી રહ્યા હતા. તેમની ભાવનામાં સહભાગી થવા માટે મેં તેઓશ્રીને મારા પરમ પૂજય દાદાશ્રી દેવચંદ દામજી શેઠે વસે અગાઉ પ્રગટ કરેલ “નવસ્મરણ સચિત્ર પુસ્તક જોઈ જવા કહ્યું. આ માટે જતનથી સાચવી રાખેલ એક નકલ પણ મેં તેઓશ્રીને આપી. વાંચીને એ જ પુસ્તકની ત્રીજી આવૃતિ પ્રગટ કરવા સૂચવ્યું અને તેના પ્રકાશન માટે પોતાના આરાધ્ય અને શ્રદ્ધય ગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રસેનવિજયજી મહારાજે “નવસ્મરણ સચિત્રની પ્રથમ આવૃત્તિ સાત તપાસી, તેમાં રહી ગયેલી અશુતિઓ સુધારી અને ત્રીજી આવૃત્તિમાં “શ્રી રૂષિમંડલ સ્તોત્ર' અને “શ્રી ગૌતતવામીને ઉમેરવાનું સૂચન કર્યું. તેઓશ્રીની સમ્યફ પ્રેરણાથી સંઘે અને સુતજ્ઞાન પ્રેમીઓએ પ્રસ્તુત પુસ્તકના પ્રકાશન માટે દાન આપ્યા. આ દાતાઓની શુભ નામાવલી પ્રસ્તુત પુસ્તકનાં ૩૯-૪૦માં પાને આપી છે.] પુસ્તકના જરૂરી ખર્ચ માટેની રકમ ભેગી થઈ જવાથી ૨૫૦૦ નકલ પૂજ્ય મુનિરાજશ્રીની પ્રેરણા અને સૂચના મુજભ ભેટ અપાશે અને બાકીની ૫૦૦ નકલ વેચાણમાં મૂકવામાં આવી છે.. શરૂમાં જ કહી ગયે છું કે આ પુસ્તક પ્રકાશનમાં તે હું એક નિમિત્ત જ છું. પરંતુ આ પુણ્ય પ્રસંગથી આવા પગી, સંસ્કાર પિષક, ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક પુસ્તકો દર વર્ષે પ્રગટ કરવાને મંગળ વિચાર સ્કર અને દેવ, ગુરૂ અને ધર્મના ત્રિવેણી સંગમ સમી “ત્રિવેણી પ્રકાશન” ના નામે સમ્યક્ પ્રકાશન પ્રવૃત્તિ શરૂ કરવાનો નિર્ણય કર્યો.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 232