Book Title: Nani Umar Motu Kam
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ ચોર-લૂંટારા વધવા લાગ્યા. ડાકુઓનો ત્રાસ સતાવવા લાગ્યો. નાની ઉંમર, મોટું કામ 0 0 રાજ રામનું નહિ, પણ રાવણનું બન્યું. લોકો પડીકે જીવ બાંધીને રાત ગાળે. મનમાં પ્રભુને પ્રાર્થના કરે : હે ઈશ્વર, આ રાત હેમખેમ પસાર થવા દેજે, ડાકુઓથી અમારો જાન બચાવજે .” આખા જિલ્લામાં ડાકુઓનું ભારે જોર. બંદૂકધારી ડાકુઓ આવે. જે કંઈ હોય એ ધરી દેવું પડે. સામે થાય એને ગોળી દાગે. ડાકુઓને મન માણસ મારવા કે માખી મારવી | એકસરખી બાબત હતી. કોઈ વિરલા ડાકુનો સામનો કરવાનું વિચારે. પણ ડાકુ એકલદોકલ આવે નહિ. એની આખી ટોળી આવે. ગામનાં ગામ ભાંગે. ઘરનાં ઘર લૂંટે. ૨૪ પરગણા જિલ્લાનું નાનું એવું ગામ. નગરડાગા એનું નામ. અંધારી ભેંકાર રાત. માણસના ઘરમાં જ દીવા મળે નહિ, પછી રસ્તા છે પર તો ક્યાંથી હોય ? નાની ઉંમર, મોટું કામ -0-0-0-0-0-0- ૧૫ 0 0 0 દિવસ આથમ્ય કોઈ દેખાય નહિ. સાંજ પડ્યે સહુ ઘરમાં પેસી જાય. સામાન્ય રીતે રાત્રે ચોરી થાય, પણ પશ્ચિમ બંગાળાના ૨૪ પરગણા જિલ્લામાં ધોળે દિવસે ધાડ પડવા લાગી. ભરબપોરે દુકાનો લૂંટાવા લાગી. જાનમાલની કશી સલામતી નહિ. ચારે તરફ ભય, ભય અને ભય. સારા માણસો મૂંગે મોંએ જીવન જીવે. શાણા માણસો બધું ચૂપચાપ સહન કરે. ૧૪-0-0-0-0-0-0-0-0 નાની ઉંમર, મોટું કામ 0 0 0 c: backup-1 drive2-1 Bready naniumar.pm5

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22