Book Title: Nandi Sutrana Pravachano
Author(s): Vijaynandansuri, Sheelchandrasuri
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 314
________________ પરિશેષ૨ ૨૬૧ પૂજ્યપાદ આચાર્ય ભગવંતના. વ્યાખ્યાનમાંથી ઉદધુત વચનામૃત –સાધ્વીજી શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મ. (૧) માનવ અવતાર અને વીતરાગધર્મ પામીને જેણે સિદ્ધાન્તના વચન સાંભળ્યાં નથી, જેણે જગતમાં કઈને ઉપકાર કર્યો નથી, મરણ વખતે જેણે કઈ જીવોને ખમાવ્યા નથી, જેના કષાય અને અહંકાર એાછાં થયાં નથી–તે જીવ શેક કરવા લાયક છે. (૨) જેણે અનેક જાતના સુકૃત કર્યા છે. જ્ઞાનાભ્યાસ કરનારને જેણે સહાય કરી છે, જેણે પરમાત્માના આગમના વચને શ્રવણ કર્યા છે, અને એ સાંભળી જેના કષાયે ઓછાં થયાં છે, એટલું જ નહિ, પણ જેણે જગતના સર્વ જીવોને ખમાવ્યાં છે,–તે જીવ મરતી વખતે પણ શેક કરવા લાયક નથી. (૩) વિપત્તિ એટલે અશુભકમને ઉદય. વિપત્તિ આવે ત્યારે અશુભ-કર્મ ભગવાઈ જાય. તેથી દુઃખ ન હોય. જેમ એક લેણદાર થાપણ મૂકીને ગયે હેય, અને આપણા ઘરમાં ઘણી સંપત્તિ હેય, ત્યારે લેણદાર લેવા આવે તેમાં આનંદ જ થાય, દુઃખ ન થાય. એમ વિપત્તિમાં અશુભ કર્મ ભેગવાય છે, ઓછાં થાય છે, એટલે તેમાં પણ આનંદ જ હોય,

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342