Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 36
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૩ર : અંતરંગ બહિરંગ પરિગ્રહથી રહિત, નિગ્રંથ માર્ગમાં ગમન કરવામાં નિપુણ છે, અને બે-ત્રણ ઉપવાસ પંચોપવાસ પક્ષોપવાસ માસોપવાસ કરવામાં તત્પર છે, અને નિર્જન વનમાં, અને પર્વતના શિખરે અને ગુફાના સ્થાને નિશ્ચલ શુભ ધ્યાનમાં મનને એકાગ્ર કરે છે. શિષ્યની યોગ્યતાને સારી રીતે જાણી દીક્ષા આપવામાં અને શિક્ષા કરવામાં નિપુણ છે, અને યુક્તિના નવ પ્રકારના નયને જાણવાવાળા છે, અને પોતાના શરીરનું મમત્વ છોડી રાતદિવસ બેસે છે, સંસાર સાગરમાં ભ્રમણ થવાથી ભયભીત છે મન-વચન-કાયાની શુદ્ધતાથી યુક્ત નાકના અગ્રભાગમાં સ્થાપિત કરેલ છે, નેત્રયુગલ જેમના-એવા આચાર્યને બધા અંગો વડે પૃથ્વી સુધી નમીને મસ્તક વડે નમન કરીએ છીએ. અહીં એવું વિશેષ જાણવું કે – જે આચાર્ય છે એ સમસ્ત ધર્મના વડા છે. આચાર્યના આધારે બધો ધર્મ છે. એટલે એવા ગુણના ધારક જ આચાર્ય છે. (રત્નકરંડ શ્રાવકાચાર) પંડિત સદાસુખદાસજીએ આગળ આચાર્ય પરમેષ્ઠીના બીજા અનેક ગુણોનું વર્ણન વિસ્તાર પૂર્વક કરેલ છે, જેનો ટૂંકમાં સાર આ પ્રમાણે છે: “મુનિસંઘના નાયક આચાર્ય દેખાવમાં મનોહર કુલવાન, લૌકિક વ્યવહાર અને પરમાર્થના જ્ઞાતા, ઉત્તમ વિચારવાળા અને ઉત્કૃષ્ટ આચરણવાળા, સંસાર શરીર-ભગોથી સદા વિરકત રહેવાવાળા, પ્રૌઢ પ્રતિભાશાળી અને પ્રભાવક વ્યક્તિત્વના ધની હોવા જોઇએ. તથા મધુર ભાષા બોલવાવાળા, શાસ્ત્રના મર્મજ્ઞ, સ્વમત અને પરમતના જ્ઞાતા, અનેકાંત અને સ્યાદવાદ વિદ્યામાં નિપુણ, ધીર-વીર અને નિશ્ચલ હોવા જોઇએ.” (રત્નકાંડ શ્રાવકાચાર) ૫. ટોડરમલજીના શબ્દોમાં આચાર્યનું સ્વરૂપ આ પ્રકારે છે : Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84