Book Title: Mulshuddhi Prakaranam Part 02
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 234
________________ મૂળશુદ્ધિ ભાગ-૨ નર્મદા સુંદરી કથા ૨૨૩ ત્યારે મધુર અને મનોહર અનુરાગવાળી વિદગ્ધ ઉક્તિઓવડે તે વેશ્યા વિકારપૂર્વક બોલે છે છતાં તે મેરુની જેમ ચલિત થતો નથી. ।।૧૫। એ અરસામાં તેની દાસીએ હિરણીના કાનમાં કહ્યું કે ‘હે સ્વામીની ! આના ઘેર અનુપમ એવી મહિલા રહેલી છે. ૧૫૬॥ જો તે કોઈ પણ રીતે તારો આદેશ કરે તો તારું ઘર નિઃસંદેહ રત્નોથી ભરાઈ જાય. આમાં ઘણું કહેવાથી શું ? કારણ કે રૂપયૌવન ગુણોથી તેના સમાન મૃત્યુલોકમાં કોઈ નથી.' તે સાંભળી લુબ્ધ બનેલી-લલચાયેલી હરિણી વિચારે છે, અપહરણ કરીને લાવીને છુપી રીતે ધારી રાખું. તેમાં ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળી તે વિણત્રને કહે છે, ‘ક્ષણવાર માટે તમારી એક નામ મુદ્રા - વીંટી આપો જેથી આના સરખી બીજી પોતાના હાથને યોગ્ય મુદ્રા કરાવું.' તેથી આ વિચાર-વિકલ્પ વિના-આપે છે, તે હરણી પણ દાસીના હાથમાં તેને આપે છે, તેથી આ જઈને નર્મદાને કહે છે, તે વીરદાસ શેઠ તને બોલાવે છે, પ્રત્યય-વિશ્વાસ માટે આ મુદ્રા રત્ન તને મોકલ્યું છે. તેથી તું આવ, વીરદાસની નામ મુદ્રાને જોઈને ત્યારે તે પણ વિકલ્પ શંકા વિના તેની સાથે તેના ઘે૨ જાય છે. ।।૧૬।। અન્ય દ્વાર દ્વારા પ્રવેશ કરાવીને ગુપ્ત ભોંયરામાં નાંખી દે છે, મુદ્રા પણ વીરદાસને આપીને ભક્તિ ઉપચાર કરે છે. ત્યાર પછી ઊઠીને પોતાના સ્થાને જાય છે. ત્યાં તેને-નર્મદાને નહીં દેખીને ચારેબાજુ શોધ કરે છે, બધા પરિવારને પૂછે છે, જ્યારે કોઈએ તેની વાર્તા માત્ર પણ કહી નહીં, તેથી ઉઘાન-હાટ વગેરે સ્થાને શોધ કરે છે, ત્યાં પણ જ્યારે ન મળી તેથી દુઃખથી પીડાયેલ અંગવાળો આ ઉપાયને વિચારે છે. જેણે બાળાનું અપહરણ કર્યું છે તે મારી આગળ શું પ્રગટ કરશે ? ।।૧૬૭ના તેથી હું અહીંથી જાઉં જેથી તે દુષ્ટ પ્રગટ કરશે, આવી ભાવનાથી માલ લઈને ઘર ભણી ચાલે છે. ।।૧૬૮થી સાગર મુસાફરી-ખેડ કરનાર એવા વ્યાપારીઓથી ભરપૂર ૨મણીય ભરુચ બંદરે પહોંચ્યા. ત્યાં ઉત્તમ શ્રાવક જિનદેવ નામનો તેનો મિત્ર છે. ૧૬૭ના તે વીરદાસ તેને બધી વાત કરે છે, અને કહે છે. હે વમિત્ર ! તું ત્યાં જા, ક્યાંથી પણ શોધીને તે બાલાને અહીં આણી લાવ. ॥૧૭॥ તે પણ તે વાત સ્વીકારી સામગ્રી તૈયાર કરી ત્યાં જાય છે. નર્મદા વિશે નગ૨ના બધા સ્વજનોને તેની વાત જણાવી ॥૧૭૧।। તેઓ પણ તે સાંભળી દુ:ખી થયેલા અતિકરુણ રીતે રડે છે. આ બાજુ નર્મદાનું શું થયું ? તે તમે સાંભળો |૧૭૨॥ વીરદાસને ગયેલો જાણી હરિણી તેને કહે છે ‘હે ભદ્રા ! વેશ્યાપણું કર અને વિવિધ સુખો ભોગવ. (માણ) ૧૭૩૪ા મનોહર શબ્દ ૨સ રૂપ ગંધ સ્પર્શને સદા અનુભવ, મારા ઘરનું આ બધુ તારું જ છે.’ ।।૧૭૪ તે સાંભળી નર્મદાસુંદરી પણ બંને હથેળી હલાવીને કહે છે ‘હે ભદ્ર ! કુલશીલને દૂષણ લગાડનારા વચનો તું બોલ નહીં.' ।।૧૭૫।।

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264