Book Title: Mukti Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 7
________________ ઈત્યાદિ શંકા અને તેનું સમાધાન વિસ્તારથી કર્યું છે. દુ:ખના નાશની જેમ જ મોક્ષમાં સુખનો નાશ થાય છે-એવી તૈયાયિકની માન્યતાનું પણ નિરાકરણ છેલ્લે કરાયું છે. ત્યાર બાદ મોક્ષમાં અવ્યાબાધ સુખની સિદ્ધિ કરીને પ્રકરણનું સમાપન કરતા ગ્રંથકાર પરમર્ષિએ પૂજય મહાપુરુષોની દયાથી થયેલા પરમાનંદૅના અનુભવને વ્યક્ત કર્યો છે. પરમતોનું નિરાકરણ કરતી વખતે પણ હૈયાની કોમળતા અક્ષત હોવાથી પરમાનંદસ્વરૂપ મોક્ષની વિચારણાથી પોતાને પરમાનંદ થયાનું તેઓશ્રીએ જણાવ્યું છે. અંતે આ બત્રીશીના પરિશીલનથી પરમાનંદની મીમાંસા દ્વારા આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા. મલાડ-રત્નપુરી, વિ.સં. ૨૦૬૧ અ.વ.૭ : બુધવાર આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66