Book Title: Motini Mala
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 62
________________ માણેક કહે, “હાજી ! મને કબૂલ છે.” માવજીભાઈ કહે, “કેટલા પગારની આશા છે ?” માણેક કહે, “વીસની. પહેલ-વહેલા વીસથી વધુ તો કોણ આપે ?” માવજીભાઈ કહે, “વાર, બપોરે દરબારમાં આવજો, ને હું પૂછું એના જવાબ આપજો. ગરમ થાઉ તો ગભરાશો નહીં.” બપોરે દરબારમાં માણેકલાલ ગયો. એને જોતાં જ માવજીભાઈ તાડૂકી ઊઠ્યા, અલ્યા ભાઈ ! તમે નાહક શું કામ પગરખાં ફાડો છો ? સવાર-સાંજ, સવાર-સાંજ અમારો પીછો જ છોડતા નથી.” માણેક ગરીબ ગાય જેવો થઈને બોલ્યો, “મારે નોકરી જોઈએ છે. બાપુ પાસે નોકરીની અરજે આવું છું.” માવજીભાઈ કહે, “નોકરી ! અલ્યા, આ ગામમાં છોકરીની છત છે, નોકરીની નથી અને બાપુની નોકરી કરવાવાળા અમે કંઈ મરી ગયા નથી. બાપુનો પડ્યો બોલ ઝીલનારા અમે નથી, તે તમને પરદેશીને ઘાલીએ ! નાહકના દુ:ખી થાવ માં અને બીજો ધંધો કરતા હો એ કરો.” માણેક બોલ્યો, “બાપુએ મને કહ્યું હતું.” માવજીભાઈ કહે, “બાપુએ કહ્યું હતું ? ન બને. અમે ક્યાં નોકરીવાળા નથી ! ન બને. ભલા માણસ. તમે ટાઢા પહોરની હાંકો છો.” “મા કાળીની સાખે કહું છું.” માણેક બોલ્યો. “હું બાપુ ! તમે કહ્યું હતું ?” બાપુ કહે, “હા, મારાથી જીભ કચરાઈ ગઈ હતી.” માવજીભાઈ કહે, “તમેય શું બાપુ ? ભોળા રાજા ભોજ જેવા દયા બતાવ્યા કરો અને પાછળથી પછી અમારે સીંદણા તાણ્યા કરવા પડે. કહી ઉ૧ © રાજનું રતન

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81