________________
મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ
૭૫
હષત થઈને પ્રતાપસિંનો ઉકત પત્ર પૃથ્વીરાજ નામના એક સામંતને બતાવ્યું પૃથ્વીરાજ બિકાનેરના રાજાના નાનાભાઈ હતા, તેઓ અકબરના દરબારમાં સામંતને હેદો સંભાળતા હતા. જે વર્ષમાં ઈસ. ૧૫૫ માં રઠોડ વરધરાવે અંદરથી પોતાના વસાવેલા જોધપુરમાં મારવાડનું સિંહાસન લઈ જઈ ને ત્યાં સ્થાપિત કર્યું. તે વખતેમાં એક પુત્રે બીકા નામના કુંવર મારવાડમાં બીકાનેર નામનું શહેર વસાવ્યું હતું. બીકાના વંશોએ પોતાના પરાક્રમથી અહ૫ સમયમાં બીકાનેરના રાજ્યને ઉન્નતિના શિખર પર લાવી મુકયું હતું,
પૃથ્વીરાજ સંજોગવશાત મુગલના પંઝામાં સપડાયા હતા. પણ તેઓ હદયના નિખાલસ અને સ્વમાની હતા, જેના હૈયે માતુશમિની દાઝ ભરી હતી. તેઓ ઉશય કવિ પણ હતા. અને વીર બહાદુદુર હતા, તેઓશ્રી શ્રેષ્ઠ કવિ તરીકે રાજસ્થાનમાં ગણાતા હશે, અને તેઓશ્રીએ ઉત્તમ કાવ્ય રચી ભટ્ટ કવિઓ ઉપર વિજય મેળવ્યું હતું. પ્રતાપની વીરતા, ઉદારતા, તથા મહાસ્ય જાણીને રાજપુત કવિ પૃથ્વીરાજ બાલ્યાવસ્થાથી તેમને એક દેવ જેવા મહાપુરૂષ તરીકે ગણાતા હતા. આ પ્રમાણે જ્યારે તેમના જાણવામાં આવ્યું કે રાણાજીએ સંધી કરવાની માંગણી કરી ત્યારે તેને મહા કષ્ટ થયું ચિંતાને વિષમ ડંશ લાગવાથી તેમના જીગરમાં અત વેદના થવા લાગી. પ્રતાપસિંહે આ પ્રાર્થના પત્ર મોકલો હેય તે વિષે તેને શંકા થવા લાગી. તેને શાહને ચકખા શબ્દોમાં કહ્યું કે
આપ કદાચ દિલ્હીના શાહને તાજ મુકે તે પણ પ્રતાપ પે તે પોતાનું શીર ઝુકાવે એ હું માનતા નથી.” પછી પૃથ્વોરા જે બાદશાહની આજ્ઞાથી એક પત્ર લખે. તેને એક દૂત ના હાથમાં આપી શણાજી પાસે મોકલે. પૃથ્વીરાજે પ્રતાપસિંહને લખ્યું કે “આપ શા કારણથી બાદશાહ આગળ શીર નમાવવા માગો છે ” વળી તેમાં એક બીજો પ્રશ્ન ગુપ્તપણે બોધરૂપી લખ્યો છે. પ્રતાપસિંહ ને આ અપમાનથી બચવા માટે આગ્રહ કર્યો હતો ૩૬ આ પત્રની કવિતા એટલી તેજસ્વી અને હદય ગ્રાહીની છે કે આજ પર્યત રાજપુતે તેતે વાંચી પિતાના સવમાનની કિંમત કરે છે. વાંચકની જાણ માટે આ પત્ર નીચે જણાવવામાં આવે છે. હિન્દુઓની સર્વ આશા અને વિશ્વાસ હિન્દુઓ પર નિર્ભર છે. તથા પી મહારાણા તે સર્વને તિલાંજલી આપવા તૈયાર થયા છે. પ્રતાપ ન હોત તે અકબર સર્વને સમાનભૂમિકાપર લાવી મૂકત. કારણ કે રાજા લેકે નિર્ભય વીરતા ખેાઈ બેઠા છે. આપણી સ્ત્રીઓનું પવિત્ર રક્ષણ અને સ્વમાન નષ્ટ થયું છે. રાજપુત કુળરૂપી વિશાળ બજારમાં કેવળ અકબરજ કહેતા કે ઉદયના સર્વ પુત્રને પાદશાહે
૩૬. પૃથ્વીરાજ ના પત્રની મૂળ નકલ મળી શકતી નથી, પરંતુ ઠાકુર પૂર્ણ સહક ના લેખીત “મેવાડનો ઈતિદાસ' એનામના પુસ્તકમાં પાનું ૧૭૩ માં કેટલાક દુહા તથા સોરઠા લખ્યા છે તે અતરે યાદ આપવાથાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com