Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 53
________________ પડે છે, દબાતા-ચંપાતા જીવવું પડે છે. દિવસને અંતે માંડ ભોજન કરી શકે એટલું વેતન મળતું હોય છે. આવા લાચાર લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને એમને ઓછું વેતન આપવામાં આવે અને એ નિરાધાર લોકો એનો મુંગે મોંએ સ્વીકાર કરીને જીવન પસાર કરતા હોય છે. | શિયાળાની કડકડતી હાડ થિજાવી નાખે એવી હિમવર્ષા હોય કે પછી ઉનાળાની બાળી નાખે એવી ગરમી હોય, પરંતુ આ લોકો તનતોડ મજૂરી કરીને જીવતા રહેવા માટે અને દેશમાં વસતા પોતાનાં કુટુંબીજનોને ટેકો આપવા માટે કપરો અને મુશ્કેલીભર્યો જંગ ખેલતા હોય છે. એમાંય જો એમના પર બેકારીની તલવાર વીંઝાય, તો તો એમને પોતાને માટે પણ ખાવાના સાંસા પડતા હોય છે. બેકારીમાં ઘરવિહોણા બનીને કોઈ જાહેર જગાએ આશરો લઈને જિદગીના કપરા શ્વાસ લેવા કે ખેંચવા પડે છે ! દુઃખ અને ગરીબીની કકળતી વેદના તો જેણે દુઃખ અને ગરીબી ભોગવ્યાં હોય, તે જ જાણે. ફૂલની સુંવાળી સેજ પર પોઢનારાઓને કાંટાની પથારી પર સૂનારાનો ખ્યાલ ન હોય. આથી ગેરકાયદેસર રીતે આવી ગયેલા ઇમિગ્રન્ટ્સનો ખરો ખ્યાલ તો જે ઇમિગ્રન્ટેસ્ હોય, તેને જ આવે ! કોલંબિયામાં મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મેલા જ્યોર્જ મનોઝને જીવનજરૂરી ચીજ વસ્તુઓ મળી રહેતી હતી, પરંતુ એ સમયે પણ એના મનમાં ઉદાર ભાવના એવી કે પોતાની બે બ્રેડમાંથી એક બ્રડ કોઈ ભૂખ્યા ગરીબને આપી દેતો. કોઈ જરૂરિયાતમંદની જરૂરને પૂરી પાડવા માટે એ પોતાની ચીજવસ્તુઓ આપતાં સહેજે અચકાતો નહીં. જ્યોર્જ મુનોઝ અઢાર વર્ષનો થયો, ત્યારે એના પિતાને કૉફી ફૅક્ટરીની બહાર અકસ્માત થયો અને મૃત્યુ પામ્યા. ધીમે ધીમે ઘરમાં ગરીબી પ્રવેશવા લાગી. મુશ્કેલીઓ વધવા લાગી અને આથી એની માતાએ પોતાનાં બાળકોને લઈને સોનેરી દુનિયામાં જવાનું નક્કી કર્યું. આ સોનેરી દુનિયા એટલે અમેરિકાનું ન્યૂયૉર્ક શહેર ! મનની ઇચ્છા એક હતી અને વાસ્તવિકતા તદ્દન વિપરીત હતી. અમેરિકામાં કાયદેસરનો પ્રવેશ મેળવીને નોકરી કરવાની કોઈ શક્યતા નહોતી, આથી ગેરકાનૂની ઇમિગ્રન્ટસ્ તરીકે જ્યોર્જ મનોઝની માતા ડોરિસ પોતાનાં પુત્ર અને પુત્રીને લઈને નોકરીની ખોજ માં જગતના સોનેરી શહેર ન્યૂયોર્કમાં કેટલાંય સપનાં સાથે આવી. 94 • માટીએ ઘડ્યાં માનવી ગરમ ભોજન વહેંચતો જયોર્જ મુનોઝ એ દિવસો ભારે મુશ્કેલીના હતા. ઓછા વેતનથી ચલાવવું પડતું, પણ ડોરિસને એટલી આશાયેશ હતી કે એને અને એનાં સંતાનોને ભૂખે તરફડવું તો પડતું નથી ને ! માલિકના મનસ્વીપણાનો સ્વીકાર કરીને કાળી મજૂરી કરવી પડતી હતી. એક બાજુ બેકારીનો ભય હતો, તો બીજી બાજુ કાયદાની ચુંગાલમાં ફસાઈ જવાની ભીતિ હતી. પરંતુ ડોરિસે હિંમત હાર્યા વગર નોકરી શોધવા માંડી અને ૧૯૮૭માં ડોરિસ અને એનાં સંતાનો અમેરિકાનાં કાયદેસરનાં નાગરિકો બન્યાં. ડોરિસનો પુત્ર જ્યોર્જ મુનાઝ હવે સ્કૂલ બસના ડ્રાઇવર તરીકે સલામત નોકરી મેળવી શક્યો. જ્યોર્જ વહેલી સવારે પોતાના કામ પર નીકળી જતો અને સાંજે ઘેર પાછો આવતો. નિશાળનાં બાળકોને એમના ઘેરથી લાવવાનું અને પાછાં મૂકવાનું એ કામ કરતો. બાકીનો સમય એ મિત્રો સાથે ગપાટા લગાવવામાં વિતાવતો હતો. ઈ. સ. ૨૦૦૪માં એક વાર રેલવેના પાટા નજીક પોતાના મિત્રો સાથે વાત કરતો હતો, ત્યારે સહુએ અમેરિકામાં ગેરકાયદેસર વસતા ઇમિગ્રન્ટની દુર્દશાનું વર્ણન કર્યું. એ ઘટનાઓની વેદના જ્યોર્જ મનોઝને સ્પર્શી ગઈ. એને પોતાની વીસ વર્ષ પૂર્વેની જિંદગીનાં સ્મરણો યાદ આવી ગયાં. એણે મનોમન નક્કી કર્યું કે એક સમયે હું જેવો બેસહારા હતો, એવા બેસહારા લોકોને માટે મારે કંઈક કરી છૂટવું જોઈએ. કેટલાય લોકો રાત્રે ભૂખ્યા સૂતા હોય, એ વાસ્તવિક દૃશ્યો એની આંખમાં દોડવા લાગ્યાં. એણે વિચાર્યું કે આનો કોઈ ઉપાય તો કરવો જોઈએ. ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ ઠારનાર • 95

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82