Book Title: Mantra Manavtano
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 157
________________ મારી ભૂલો માટે સાપેક્ષતાના (રિલેટિવિટી) સિદ્ધાંતનો સ્થાપક, ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આલ્બર્ટ આઇન્સ્ટાઇન (૧૮૭૯થી 1955) પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મનીમાં નાઝી સત્તાનો ઉદય થતાં નિસર્ગમાં સંવાદિતાની ખોજ કરનાર, મુક્ત ધરતી અને મુક્ત વાતાવરણમાં જીવવા ટેવાયેલા આ સ્વતંત્ર મિજાજવાળા વિજ્ઞાનીને વતન જર્મનીમાં ગૂંગળામણ થવા લાગી. નાઝીઓએ એમનું જર્મનીમાં રહેવું અશક્ય બનાવ્યું હતું. યહૂદીવિરોધી વાતાવરણ સર્જીને યહૂદીઓનો સંહાર કરવા માંડ્યો હતો, આથી આઇન્સ્ટાઇને જર્મની છોડવાનું નક્કી કર્યું. અનેક દેશો આ મહાન વૈજ્ઞાનિકને આવકારવા આતુર હતા. આઇન્સ્ટાઇને ન્યૂયૉર્કના પ્રિન્સ્ટન શહેરમાં આવેલી ‘ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍડવાન્સુ સ્ટડીઝ' નામની સંસ્થાનું નિમંત્રણ સ્વીકાર્યું. અહીં વૈજ્ઞાનિકોને કશીય ખલેલ વિના અને તમામ સુવિધા સાથે સંશોધન કરવાની અનુકૂળતા હતી. એમણે ઇન્સ્ટિટ્યૂટની નજીક ઘરની માગણી કરી, જેથી તેઓ મોટરને બદલે ચાલતા જઈ શકે. આજે આઇન્સ્ટાઇનનો એ રસ્તો પ્રિન્ટનમાં “આઇન્સ્ટાઇન ડ્રાઇવ' તરીકે જાણીતો છે. આટલો મોટો વૈજ્ઞાનિક આવતા હોવાથી યુનિવર્સિટીના સંચાલકોએ એમના નિવાસસ્થાને અભ્યાસખંડ માટે કેવું ફર્નિચર જોઈશે, એની ચિંતા સેવતા હતા. સંચાલકોએ પ્રશ્ન કર્યો, ‘તમારે તમારા વૈજ્ઞાનિક સંશોધનો માટેની રૂમનું ફર્નિચર કેવું જોઈશે ?" ત્યારે આઇન્સ્ટાઇને જવાબ આપ્યો, “એક કાળું પાટિયું અને ચાંક, એક ડેસ્ક અને થોડી ખુરશીઓ. કાગળ અને પેન્સિલ. આટલું બસ છે.' સંચાલકો આ વૈજ્ઞાનિકની સાદાઈ જોઈને આશ્ચર્ય પામ્યા. ત્યાં તો આઇન્સ્ટાઇને યાદ આવતાં ઉમેર્યું, ‘હા, એક ખાસ્સી મોટી વેસ્ટ-પેપર બાસ્કેટ જોઈશે.” ખાસ્સી મોટી કેમ ?" મંત્ર માનવતાનો 156 આઇન્સ્ટાઇને હસતાં હસતાં કહ્યું, ‘મારી ભૂલો માટે. હું ઘણી બધી ભૂલો કરું છું.”

Loading...

Page Navigation
1 ... 155 156 157