Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 56
________________ દુર્ધ્યાન અને અશુભ વિચારણાઓ દ્વારા થઈ શકનારી દુર્ગતિ અને થનાર આધ્યાત્મિક નુકસાનનો અંદાજ કાઢીને તે પ્રમાણે કંઈક નક્કર ગોઠવણ કરીદેવાનીજ્ઞાનીઓ સલાહ આપે છે. આપણે આવીશકનારા સંયોગોને માત્ર કલ્પનાનો વિષય માની લીધા છે. આના ત્રણ માઠાં પરિણામો આપણને મળ્યાં છે. ૧.નિષ્ક્રિયતા. ૨. નિર્બળતા. ૩. નિષ્ફળતા. આવી શકનારા સંયોગોની કલ્પનાને તૈયારીની તક માનીને ચાલવું જોઈએ. વહેમ ક્યારેક વ્હીસલ પણ બની જાય. આતંકવાદીના સંભવિત હુમલા સામે અમેરિકા હાઈ એલર્ટ જારી કરીને જાણે કે બધું જ થવાનું છે એમ માનીને છેક સુધીની તૈયારી કરી રાખે છે. શક્ય છે કે બધો જ પરિશ્રમ માત્ર કસરત પુરવાર થાય. છતાં તેમાં આનંદ હોય છે. કારણ કે લીધેલા સાવધાનીનાં પગલાં નિષ્ફળ જવા કરતાં અસાવધ પડ્યા રહેવું એ ઘણો મોટો અપરાધ છે. અલકાયદાના વિરાટ લક્ષ્ય સામે વ્યક્તિગત રીતે કોઈ છટકીને હજી બચી પણ શકે. જ્યારે પોતાના કર્મનો હુમલો તો પોઈન્ટ બ્લેન્ક રેન્જથી થાય છે. છટકીને ક્યાં જવાશે? આનો અર્થ એ થયો કે જો વ્યક્તિગત ધોરણે વિચારાય તો અલકાયદા કરતાં કર્મના કાયદા વધુ ઘાતક અને આતંકી છે. તેમ છતાં આતંકવાદી હુમલાની દહેશતથી જેટલાં સરકારી પગલાં લેવાય છે તેટલા કર્મના હુમલાની દહેશતથી કોઈ અસ૨કા૨ી પગલાં લેવાતાં નથી. આતંકવાદી હુમલામાં વિમાની મથકો, હાઈવે રોડ કે જોડાણ સાધી આપતા મોટા બ્રિજ ઉડાવી દેવાની દહેશત હોય તો તેને પહોંચી મનનો મેડિકલેમ ૫૧ 0-0-0-0

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110