Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ એના અભ્યાસની પાછળ ખૂબ મહેનત કરી છે. શું વાત કરું એની, પણ તમને ખ્યાલ નહીં આવે કે સ્નાતક કક્ષાએ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કેટલો કઠિન હોય છે !” પ્રૌઢ સજ્જન એની વાત સાંભળતા રહ્યા અને યુવાને જરા અહંકારથી કહ્યું, “સાહેબ, ખગોળશાસ્ત્રમાં હું સ્નાતક બન્યો અને તે પણ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈને. અમારે ત્યાં ગણ્યા-ગાંઠ્યા વિદ્યાર્થીઓને આ વિષયમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત થાય છે.” પ્રઢ સજજને પૂછવું, “એમ ?” યુવાને કહ્યું, “અને આજે હવે હું ખગોળશાસ્ત્રમાં નિષ્ણાત બની ગયો છું.” પ્રૌઢ સજ્જને કહ્યું, “વાહ, તમે ખરા નસીબદાર ! આવા ગંભીર વિષયમાં તમે પારંગત બન્યા એ કેટલી મોટી વાત ! ખગોળશાસ્ત્રમાં મને રસ છે, પણ હજી હું તો પા-પા પગલી ભરી રહ્યો છું.” યુવાને કહ્યું, “અરે ! ખગોળશાસ્ત્રનું જ્ઞાન એ તો એક વિશાળ સાગર જેવું છે. એમાં ડૂબકી મારી હોય એને જ ખબર પડે કે તજ્જ્ઞ કઈ રીતે થવાય ?” યુવાનની વાત સ્વીકારતાં પ્રૌઢે કહ્યું, “સાચી વાત. આ વિષયમાં જેમ હું ઊંડો અભ્યાસ કરતો જાઉં છું તેમ તેમ મને લાગે છે કે ખગોળશાસ્ત્ર તો જ્ઞાનનો મહાસાગર છે. એનો અભ્યાસ માટે આ જન્મ તો શું, સાત જન્મ પણ ઓછા પડે.” એણે આ પ્રૌઢ સજ્જનને પૂછયું, “આપનું નામ શું ?” “આર્થર ક્લાર્ક .” યુવાન બોલી ઊઠ્યો, “અરે, તમે વિશ્વવિખ્યાત ખગોળશાસ્ત્રી આર્થર ક્લાર્ક !” વિખ્યાત વિજ્ઞાની આઇન્સ્ટાઇને એની જિંદગીની પ્રત્યેક ક્ષણનો પૂરેપૂરો સમયપત્રક | હિસાબ આપ્યો. અનેકવિધ ક્ષેત્રોમાં એમની પ્રતિભા વિહરતી રહી અને આવી મહાન પ્રમાણે વ્યક્તિએ વિશ્વને સાપેક્ષવાદ જેવો મહત્ત્વનો સિદ્ધાંત આપ્યો. આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું ચિત્ત સદાય એના કાર્યમાં પરોવાયેલું એક દિવસ પ્રાતઃકાળે આઇન્સ્ટાઇન એમના કામમાં ડૂબેલા ત્યારે એક યુવાને આવીને કહ્યું, “મારે આપનું મહત્ત્વનું કામ છે. આપ મને અડધો કે પોણો કલાક આપશો ખરા ? મારે માટે આપનું માર્ગદર્શન જરૂરી છે.” આલ્બર્ટ આઇન્સ્ટાઇને એ યુવાનને કહ્યું, “હું ખૂબ દિલગીર છું. અત્યારે તમારી સાથે વાત કરવા માટે આટલો સમય ફાળવી શકું તેમ નથી.” યુવાને કહ્યું, “તમે કહો ત્યારે તમને મળવા આવું, પણ મારે વાતચીત કરવી જરૂરી છે અને આપનો અર્ધા-પોણા કલાકનો મનની મિરાત ૬૧ જન્મ : ૧૬ ડિસેમ્બર, ૧૯૧૭, માઇનફેડ, સમરસેટ, ઇંગ્લૅન્ડ અવસાન : ૧૯ માર્ચ, ૨00૮, કોલંબો, શ્રીલંકા ૬૦ મનની મિરાત

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82