Book Title: Maitrina Gulmoharonu Upvan
Author(s): Shilchandrasuri
Publisher: Surendra M Kapadia Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ પ્રતિનિધિઃ ક્ષમા કરજે, પણ એક સવાલ વચ્ચે પૂછી લઉં તીર્થકર કેણ થઈ શકે, એ કહેશે? પર્યુષણ: હું એજ કહી રહ્યો છું. જે વ્યક્તિના આત્માના અણુઅણુમાં વિશ્વની સમગ્ર જીવસૃષ્ટિનું કલ્યાણ કરવાની અદમ્ય તમન્ના અને કરુણાનો ધોધ વહે, એ વ્યક્તિ તીર્થકર બની શકે. આ અર્થમાં તીર્થકરને તમે વિશ્વના મિત્ર કહી શકો. આ તીર્થકર, જન્મે તે એક મનુષ્ય તરીકે જ, પણ પોતાના એ માનવઅવતારમાં તેઓ, દેવોને પણ અસાધ્ય એવી આત્મસાધના કરે અને આત્માના શત્રુઓને જીતે. આ શત્રુઓ એટલે રાગ, દ્વેષ અને અજ્ઞાન. આ ત્રણને નાશ કરે કે તરત જ તેઓ તીર્થંકરની ભૂમિકાને પ્રાપ્ત કરે; અને એ સાથે જ તેઓ, સમગ્ર જીવસૃષ્ટિનું કલ્યાણ કરવાના પિતાના મહામૂલા સ્વપ્નને, મૂર્ત બનાવવાની પ્રકિયા પ્રારંભી દે છે. એમના હૈયે વ્યાપેલી કરુણા જાણે એમને કહેતી હોય છે કે, જ્યાં સુધી, એકએક પ્રાણી પિતાના આત્મશત્રઓ પર વિજય નહિ મેળવે, ત્યાં સુધી તેનું પરમ કલ્યાણ થવું શક્ય નથી, માટે જીવમાત્રને તેના આત્મશત્રુઓ સાથે લડવામાં સહાય કરે અને તેને આ લડત માટે જાગૃત કરો! આવી પરમ કરુણાથી પ્રેરાયેલા તીર્થકર, પિતાના હયાતી કાળમાં તે અસંખ્ય પ્રાણીઓને ઉદ્ધાર કરે જ છે; પણ એમને એટલાથી સંતોષ નથી હતો, એટલે, પિતાના નિર્વાણ પછી પણ પ્રાણી કલ્યાણનું પુણ્યકાર્ય ચાલુ જ રહે એવા આશયથી, કેટલીક વિશિષ્ટ ધર્મજનાઓનું આયેાજન કરે છે. એ જનાઓ એટલે જૈન ધર્મમાં નિરૂપાયેલી વિશિષ્ટ ધર્મારાધનાઓ. એકએકથી ચડિયાતી એ જનાઓને લાભ જે લે, જેને લેતાં આવડે, તેનું કલ્યાણ થયા વિના ન રહે. આવી અનેક જનાઓ પૈકી એકવિશિષ્ટ પેજના એટલે જ હું પર્યુષણ હવે તમે જ કહે, સમગ્ર સંસાર માટે પરમ આરાધ્ય એવા તીર્થકરે જે મારું આજન કર્યું હોય, અને તે પણ સૌના કલ્યાણને ખાતર જ, તે હું પણ સૌને આરાધ્ય કેમ ન બનું? Jain Education International For Prival Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28