Book Title: Mahasati Rushidatta
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 253
________________ ર૩૮ તિમાં તે ભારે અશાંતિથી પીડાશે. ત્યાં પછી એને એ વિચાર નહિ આવે કે “ભાઈ ! હવે અશુભોદય ચાલે છે તે સુખસગવડના હક-દાવા રહેવા દે કે “મને આવું આવું ને આટલું આટલું કેમ ન મળે ? એના વિના કેમ ચાલે? કેમ ફાવે?” ના, હવે એ મનમાન્યું મળવાના દહાડા ગયા; તેથી હવે તે જે મળે, જેટલું મળે, એ બરાબર. એમાં જ સંતોષ માનવાનો. ઉલટું એમ માનવાનું કે આટલું ય મળે છે એ વધારે છે કેમકે અશુભદય એ ભારે જાગે છે કે એની પાછળ આટલું ય મળવાના શુભોદય ન ઊભા રહે. ભારે અશુભદય એ નાના અશુભદયની એંધાણ છે, તે કે ઈ શુભોદયને ભગાડી મૂકે. " કષિદત્તાના માથે ભારે કલંક આવ્યું, મતની સજા ફરમાવાઈ એ તીવ્ર અશુભદયને બીજા કેટલાય નાના શુભદયને ધક્કો મારનારી અને નાના નાના અશુભદયને જગાડનારી એંધાણ સમજે છે. તેથી હવે જંગલમાં કશી સુખ-સગવડ ન મળે, અન્નને દાણે ન મળે, એના પર શક નથી કરતી, ચિંતા નથી કરતી કે આવી અગવડમાં કેમ ફાવે? મન વાળી લે છે કે, “ભારી અશુભોદયમાં હવે નાના અશુભોદય સમજી રાખવાના અને વધાવી લેવાના.” એટલે ખાનપાનાદિની અગવડની એને ચિંતા નથી. પરંતુ એને એક જ ચિંતા છે કે આ વનવગડામાં એકલી અટુલી મારે શીલની રક્ષા કેવી રીતે કરવી ? શું ? અશુભદયમાં એાછું કે હલકું ખાવા-પીવા-પહેરવા-ઓઢવા મળે, દુ:ખ આવે, એ ચલાવી લેવાય, પણ શીલમાં જરાય ઓછું ન ચલાવી લેવાય,

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256