________________
ભક્તામર મત્રતત્રાશાય,
કાવ્ય, ૩૨– *द्धि-ॐ ह्रीं अहं णमो घोरगुण बंभयारिणं । मन्त्र-ॐ नमो हाँ ह्रीं हूँ ह्रः सर्वदोषनिवारणं कुरू कुरू स्वाहा ।
વેન્ચ-મધ્યમાં ચતુરસ પાંચ ખાનાઓ કરીને, ખાનાઓમાં પાંચ કાર લખવા, તેના ઉપર વલય દઈને, સત્તાવીશ તૈકાર લખીને, તેના ઉપર વલય દઈને, તેના ઉપર ઋદ્ધિ, મન્ન વીંટવા, તેના ઉપર વલય કરીને યંત્ર સંપૂર્ણ કરે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૩૫
વિધિ–આ કાવ્ય ત્રાદ્ધિ તથા મત્વનું સ્મરણ કરીને, યંત્ર કમ્મરે બાંધવાથી પિટની પીડા, ગોળ, ફૂલ, સંગ્રહણું વગેરે રોગોની શાંતિ થાય છે. વળી આ વિધિથી સાધના કરવી. પવિત્ર થઈ, પીળાં વસ્ત્ર પહેરીને, જલથી ભરેલા ઘડાની સ્થાપના કરી, તેના ઉપર શ્રીફલ મૂકી, સિંહાસન ઉપર અક્ષતથી ષટ્કોણ આકૃતિ કરીને, તે ષટ્કોણની મધ્યે સાડાત્રણ વાલની તાંબાની વીંટી પોતાની તર્જની આંગળીમાં આવે એવી કરાવી સ્થાપન કરવી, પછી વિધિપૂર્વક ચકેશ્વરી દેવીની પૂજા કરીને સ્થાપના કરવી અને યંત્રને તાંબાના પતરાં પર લખી સુગંધી પુષ્પોથી પૂજન કરી પછી પીળી જપમાલાથી ૧૦૦૮ જાપ કરી મન્ત્ર સિદ્ધ કરવો. ગળાના રેગીને પંચામૃત ૨૧ વાર મંત્રીને પાવાથી તથા તામ્રમુદ્રિકા હાથે ધારણ કરાવવાથી ગોળ શાંત થઈ જાય છે.
તંત્ર-પુષ્યાકે ચકાંક પંચાંગ, કાગજંઘા પંચાંગ પાવાથી અંતરગાંઠ, ગળે તથા શૂળની સમાધિ-શાંતિ થાય છે.
| ઇતિ દ્વાત્રિશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત બત્રીશમા યંત્રની વિધિ
આ યંત્ર અષ્ટગંધથી ભેજપત્ર પર શુભદિવસે લખીને, તાંબાના માદળીઓમાં નાખીને તથા તાંબાની વીંટી પણ તે દિવસે ઘડાવીને, રોગીને એકાસણું કરાવી, માદળીયું તથા વીંટી ધારણ કરાવીને, તેને પંચામૃત પાવાથી અંતરગાંડ, ગોળ, ફૂલ, સંગ્રહણી વગેરે સર્વપીડા મટે છે. રોગીને ઉપવાસ, આયંબિલ અથવા તે એકાસણું કરાવવું. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૩૬,
- ૧-માં આ પ્રમાણે વિધિ છે;–“આ ઋદ્ધિ, મગ્ન વડે કુંવારી બાળાએ કાંતેલું સુતર ૧૦૮ વાર મંત્રી તેને ગળામાં બાંધવાથી અને યંત્ર પાસે રાખવાથી સંગ્રહણી આદિ પેટની સર્વ પીડાઓ નષ્ટ થાય છે.”