Book Title: Lekh Sangraha Part 08
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 331
________________ [૩૨૦ ] શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ સાતમે સ્વ. સગુણાનુરાગી શ્રી કરવિજયજી મહારાજના લેખના છ ભાગ બહાર પડી ગયા તે જ આ સાતમો ભાગ છે. લેખ સામગ્રી બેધક ને રેચક છે. પ્રકાશક શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિમુંબઈ. સમિતિના મંત્રી શ્રી નરોત્તમદાસ ભગવાનદાસને આ દિશામાં પ્રયાસ સારો છે. ક્રાઉન સોળ પેજી સાડાત્રણ સો પાનાના આ પુસ્તકની કિંમત બાર આના. [શ્રી જૈન ધર્મ પ્રકાશ, પુ. ૬૧, અંક ૧૨ ] લેખસંગ્રહ ભાગ સાતમે સ્વર્ગસ્થ શ્રી કપૂરવિજયજી મહારાજના લેખમાંથી ચુંટણ કરી અત્યાર સુધી જેમ છ ભાગે બહાર પાડવામાં આવ્યા છે તેમ આ સાતમે ભાગ પણ પ્રકાશન પામે છે. આ ભાગમાં લેખની ચુંટણું કરી. (૧) પર્યુષણ સંબંધી, (૨) પ્રશ્નોત્તર સંબંધી, (૩) સુભાષિત સંબંધી અને (૪) ધાર્મિક સંબંધી–એમ ચાર વિભાગો પાડવામાં આવ્યા છે. કુલ ૧૧૮ લેખોને સમાવેશ કરવામાં આવ્યા છે. સદ્દગુણાનુરાગી શી કપૂરવિજયજીના આધ્યાત્મિક જીવનથી જેઓ પરિચિત છે, તેઓ તેમની પ્રસાદીરૂપ આ લેખસંગ્રહે વસાવવાનું ન ચૂકે. સમિતિના સેક્રેટરી શ્રી નરેમદાસ ભગવાનદાસને પ્રયાસ પ્રશંસાપાત્ર છે. ક્રાઉન સોળ પેજી સાઈઝ પૃષ્ઠ ૩રર. કિંમત બાર આના. [ “જૈન” તા. ૨૫-૩-૪૫ ]

Loading...

Page Navigation
1 ... 329 330 331 332