Book Title: Lekh Sangraha Part 04
Author(s): Karpurvijay
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 354
________________ [ ૩૨૦ ] શ્રી કપૂરવિજયજી ૯. તારા પેાતાનામાં જ-આત્મપ્રતીતિમાં જ તારા વિકાસનુ ખરું સાધન રહેલું છે. ૧૦. આપણામાં કંઇ સતત્ત્વ હશે તે કાર્ય થી પ્રગટ થશે. ૧૧. જે માણસેાએ પાતાની જાત ઉપર સાથી વિશેષ આધાર રાખ્યા છે, તેમણે જ સૌથી વિશેષ ઉન્નતિ પ્રાપ્ત કરી છે. ૧૨. ઇચ્છા ( પ્રબળ ) હાય તેા ( ઈચ્છિત ) પાત્ર અવશ્ય જડી આવે છે. ૧૩. ઉપરટપકે મેળવેલુ' અપકલ જ્ઞાન પાછળથી આપે આપ જ ભૂલાઇ જાય છે, ૧૪. પરને શિખામણ દેવામાં શરા ( કુશળ ) તેા કઈક હાય છે, પણ તે ખરા માણુસની પક્તિમાં ગણાતા નથી. જેએ પેાતાની જાતને જ શિખવવા ( કેળવવા ) કુશળતા ધરાવે છે તે વિરલ જના જ માણસની ખરી પક્તિમાં ગણાય છે. રહેણીકરણીથી જ ખરી કિંમત અંકાય છે. નરી કથની કરણી વગર લૂખી લાગે છે. ૧૫. શિષ્યને પાતાની જાતને ઓળખતાં શિખવવું એ જ ગુરુનું મહાન કાર્ય છે. જ્ઞાન-પ્રકાશથી જડતા દૂર કરી, સ્વશક્તિથી આત્મપ્રતીતિ કરી, પુરુષાર્થ વડે સ્વચારિત્રને અજવાળવુ' જોઇએ. [ ચ્યા. પ્ર. પુ. ૧૯, પૃ. ૨૯૯

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362