Book Title: Lalit Vistara Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 252
________________ ભગવાનરૂપ વસ્તુના એક-અનેક સ્વભાવત્વની સિદ્ધિ પ્રતીતિ થાય છે. ત્યાં બૌદ્ધ દર્શનવાદી કહે છે કે પુરુષરૂપ વ્યક્તિ એક છે અને તે નિરંશ એક સ્વભાવવાળી છે અને પ્રતિક્ષણ નાશ પામવાના સ્વભાવવાળી છે, તેથી આ પિતા છે, આ પુત્ર છે ઇત્યાદિ અનેક વ્યવહારો થાય છે તે કુશલ પુરુષો વડે કલ્પિત સંકેત દ્વારા આધાન થયેલ વિચિત્ર વાસનાના પરિપાકથી થાય છે, પરંતુ વસ્તુને અવલંબીને થતા નથી; કેમ કે દેવદત્તપુરુષ એક સ્વભાવવાળો છે તેમાં કોઈ અંશો નથી, તેથી વસ્તુને અવલંબીને પિતા-પુત્ર આદિનો વ્યવહાર નથી, પરંતુ વાસનાના ભેદથી જ એક પુરુષના સંતાનમાં આ મારા પિતા છે, આ મારો પુત્ર છે, એ પ્રકારનો કલ્પિત વ્યવહાર છે, માટે એક પુરુષમાં પિતા-પુત્ર આદિના વ્યવહારના બળથી વસ્તુને એક-અનેક સ્વરૂપે સ્વીકારવી ઉચિત નથી, એ પ્રકારનો બૌદ્ધનો આશય છે, તેને ગ્રંથકારશ્રી કહે છે - ૨૯ તેનું આ કથન અયુક્ત છે. કેમ અયુક્ત છે ? તેમાં હેતુ કહે છે – વાસનાઓનું પણ વસ્તુ નિબંધનપણું છે અર્થાત્ વસ્તુને અવલંબીને જ વાસના ઉત્પન્ન થાય છે, તેથી દેવદત્તરૂપ એક વ્યક્તિમાં આ મારા પિતા છે એ પ્રકા૨ની વાસના પણ દેવદત્તમાં વર્તતા પિતૃત્વધર્મને આશ્રયીને છે, આ મારો પુત્ર છે એ પ્રકારની વાસના પણ દેવદત્તમાં વર્તતા પુત્રત્વધર્મને કારણે છે, પરંતુ એક સ્વભાવવાળી જ દેવદત્તરૂપ વસ્તુથી પિતા આદિની વાસના થઈ શકે નહિ; કેમ કે જો એક સ્વભાવવાળા દેવદત્તથી જ કોઈકને આ પિતા છે, આ પુત્ર છે, ઇત્યાદિ વાસના થતી હોય તો રૂપને જોવાથી રસાદિની વાસનાની આપત્તિ આવે અર્થાત્ કોઈ વ્યક્તિએ કોઈનું રૂપ જોયું હોય, તેનાથી રૂપની જ વાસના પડે છે, તેથી પાછળથી તેને રૂપનું સ્મરણ થાય છે, રસનું સ્મરણ થતું નથી, તેથી નક્કી થાય છે કે રૂપથી જ રૂપની વાસના પડે, રસાદિની વાસના પડે નહિ, તેમ દેવદત્તરૂપ વ્યક્તિમાં વર્તતા પિતૃત્વધર્મને કારણે જ આ મારા પિતા છે, તેથી પિતાની વાસના ઉત્પન્ન થાય છે, તેથી વાસના પણ વસ્તુમાં વર્તતા સ્વભાવ નિબંધન છે, માટે દેવદત્તરૂપ વસ્તુ વ્યક્તિરૂપે એક છે અને પિતૃત્વ, પુત્રત્વ આદિ ધર્મોરૂપે અનેક છે, તેને આશ્રયીને જ આ મારા પિતા છે, આ મારો પુત્ર છે, ઇત્યાદિ વાસના ઉત્પન્ન થાય છે એમ સ્વીકારવું જોઈએ. લલિતવિસ્તરા : 'जातिभेदतो नैतदि'त्यप्युक्तं, नीलात् पीतादिवासनाप्रसङ्गात्, 'तत्तत्स्वभावत्वान्नैतदि त्यप्यसत्, वाङ्मात्रत्वेन युक्त्यनुपपत्तेः, न हि नीलवासनायाः पीतादिवत् पित्रादिवासनाया न भिन्नः पुत्रादिवासनेति निरूपणीयम् । લલિતવિસ્તરાર્થ : જાતિના ભેદને કારણે આ નથી=રૂપથી રસાદિની વાસના નથી, એ પણ અયુક્ત છે=બૌદ્ધનું કથન અયુક્ત છે; કેમ કે નીલરૂપથી પીત આદિ રૂપની વાસનાનો પ્રસંગ છે, તત્ તત્ સ્વભાવપણું હોવાથી=તે તે રૂપનું તે તે વાસનાજનક સ્વભાવપણું હોવાથી, આ નથી=નીલરૂપથી પીત આદિરૂપની વાસના નથી, એ પ્રમાણે પણ અસત્ છે=એ પ્રકારે બૌદ્ધનું સમાધાન પણ અસત્ છે; કેમ કે વાણીમાત્રપણું હોવાથી યુક્તિની અનુ૫પત્તિ છે.

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278