________________
Igla-RH
G R cra
(૪૨૩) સાધુસાધ્વી શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘરૂપ તીર્થ કે શાસનને દરેક તીર્થકર સ્થાપે છે. તે સ્થપાયા બાદ સિદ્ધ થયા તે પુંડરીક ગણધરાદિ.).
(૨) અતીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ એટલે તીર્થના આંતરાના કાળમાં-વિચ્છેદકાળમાં સિદ્ધ થયા હોય તે. અને સંભળાય છે કે “જિનના આંતરામાં સાઘુવિચ્છેદ' ઈત્યાદિ. એટલે તીર્થના આંતરાના ટાઈમમાં જાતિસ્મરણ આદિથી મોક્ષમાર્ગ પામીને જે સિદ્ધ થયા છે. અથવા મરૂદેવી વિ. અતીર્થસિદ્ધ જાણવાં કેમકે; તે વખતે તીર્થ ઉત્પન્ન થયું નહોતું. અહીં અનુત્પત્તિની અપેક્ષાએ અને આંતરાની અપેક્ષાએ તીર્થનો xઅભાવ બે પ્રકારે જાણવો.
તથાચ અવસર્પિણી કે ઉત્સર્પિણીમાં પહેલા તીર્થંકરનું શાસન સ્થપાયા પહેલાં સિદ્ધ થાય અથવા ચોવીશ તીર્થકરોમાં કોઈ કોઈના તીર્થનો વિચ્છેદ થઈને નવું તીર્થ ન સ્થપાય ત્યાં સુધીના તીર્થવિચ્છેદવાના કાળમાંઆંતરાઓમાં કોઈ જાતિસ્મરણ આદિકથી ચારિત્ર લઈ મોક્ષે જાય તે શ્રી મરૂદેવી માતા અતીર્થસિદ્ધ થયા અથવા શ્રી સુવિધિનાથ વગેરે સાત તીર્થકરોના આંતરામાં-તીર્થવિચ્છેદ કાળમાં કોઈ સિદ્ધ થયા હોય તે અતીર્થસિદ્ધ.
(૩) તીર્થંકરસિદ્ધ-તીર્થંકર પદ પ્રાપ્ત કરીને જે જીવો મુક્તિ પામ્યા હોય તે. તીર્થકરો જ તીર્થંકરસિદ્ધ કહેવાય.
(૪) અતીર્થંકરસિદ્ધ તીર્થંકર પદ પ્રાપ્ત કર્યા વગર જે જીવો અર્થાત તીર્થંકરભિન્ન જીવો મોક્ષે ગયા હોય તે સામાન્ય કેવળીઓ અતીર્થંકરસિદ્ધ કહેવાય.
(૫) સ્વયંબુદ્ધસિદ્ધ-ગુરૂના ઉપદેશ વિના તેમજ કોઈ બાહ્યનિમિત્ત ન હોવાં છતાં કર્મ પાતળાં પડી જવાથી સંસાર અસાર સમજાતા અને એ ભાવના ઉત્કટ બનતાં કેવલજ્ઞાન પામી મોક્ષે જનાર જીવો “સ્વયંબુદ્ધસિદ્ધ' કહેવાય છે.
(૬) પ્રત્યેકબુદ્ધસિદ્ધ-સંધ્યા સમયના વાદળાનાં રંગો જેમ બદલાય છે તેમ સંસારમાં પૌદ્ગલિક વસ્તુ ક્ષણભંગુર છે એમ વિચારી અર્થાત કોઈપણ પ્રકારનું વૈરાગ્યજનક નિમિત્ત મેળવી કેવળજ્ઞાન પામી જે મોક્ષે ગયા હોય તે.
શંકા-સ્વયંબુદ્ધસિદ્ધ અને પ્રત્યેકબુદ્ધસિદ્ધમાં શો વિશેષ-ભેદ-તફાવત કે અધિકતા છે?
* તીર્થનો અભાવ બે રીતે સંભવે છેઃ (૧) અવસર્પિણી કે ઉત્સર્પિણીકાળમાં પ્રથમ તીર્થંકર પ્રભુનું તીર્થ ન સ્થપાયું હોય ત્યાં સુધી અતીર્થપણું કહેવાય અને (૨) તીર્થંકરપ્રભુના હાથે તીર્થ સ્થપાયા બાદ તે વિચ્છિન્ન થયું હોય અને નવું તીર્થ ન સ્થપાયું હોય ત્યાં સુધી “અતીર્થપણું કહેવાય. મરૂદેવા પ્રથમ પ્રકારના “અતીર્થ સિદ્ધ' છે. શ્રી શીતલનાથ દ્વારા તીર્થ સ્થપાયા પૂર્વે શ્રી સુવિધિનાથના તીર્થનો વ્યુચ્છેદ થઈ ગયો હતો. એટલે એ દરમ્યાનનું અતીર્થપણે બીજા પ્રકારનું છે. આવા કુલ સાત સુચ્છેદો થયા છે. જુઓ ત્રિષષ્ટિ (૫૦૩) ના સાતમા સર્ગનો અંતિમ ભાગ.
બાબરાતી ગનવા વારસહિમા
છે.