Book Title: Kumarvihar Shatakam
Author(s): Ramchandragani, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 168
________________ श्रीकुमारविहारशतकम् ૧૨૩] બાલકો ચપળ થતા હતા. વાનર, ઉંટ અને રથોનાં ચિત્રો ગામડીઆ લોકોને ચપળ કરતાં હતાં. તેવી રીતે દેવતાઓનાં ચરિત્રો આસ્તિકોને, ઈંદ્રાણીઓનાં ચિત્રો રાજાઓની રાણીઓને, નાટકોનાં ચિત્રો નટ લોકોને અને દેવતા તથા દૈત્યોનાં યુદ્ધનાં ચિત્રો શૂરવીરોને ચપળ કરતાં હતાં. ૧૧૦ शुभं चंद्राश्मकांत्या नवयवहरितं नीलरत्नप्रभाभि - मुक्तादामावचूलैः प्रचलदलिकुलं लब्धमल्लीविकासैः । सर्वैरष्टापदस्थैर्मुकुरितकुतुकैर्वीक्ष्यमाणं जिनेंद्रैः । प्रायः सर्वस्य दृष्टिः प्रविशति रतये यस्य लीलानिशांतम् ॥१११॥ अवचूर्णि:- चंद्राश्मकांत्या शुभं नीलरत्नप्रभाभिर्नवयवहरितं लब्धमल्लीविकासैः मुक्तादामावचूलैः प्रचलदलिकुलं अष्टापदस्थैर्मुकुरितकुतुकैः सर्वैः जिनेंद्रैः वीक्ष्यमाणं यस्य प्रासादस्य लीलानिशांतं लीलागृहं प्रायः સર્વસ્ત્ર : રતયે સમયે પ્રવિરતિ શા. ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યનું લીલાગૃહ ચંદ્રકાંત મણિની કાંતિથી શુભ્ર હતું, નીલમણિની કાંતિઓથી નવા યવક્વારા જેવું લીલું હતું. મલ્લિકાના પુષ્પના જેવા વિકાસને પ્રાપ્ત કરનારા મોતીઓના હારના ગુચ્છોથી ચલાયમાન એવા ભમરાઓથી યુક્ત હતું. આ દેવળના લીલાગૃહ સમીપે અષ્ટાપદની રચના હતી, તેમાં રહેલા આ દેવળની કૌતુક રચના જેમાં પ્રતિબિંબીત થયેલી તેવી જિનેન્દ્રોની રત્નની પ્રતિમાઓ વડે જોવાતા તેવા લીલાગૃહમાં પ્રાયે કરીને સર્વની દષ્ટિ પ્રીતિને માટે પ્રવેશ કરે છે. ૧૧૧ વિશેષાર્થ - તે ચૈત્યની અંદર આવેલું લીલાગૃહ ચંદ્રકાંત મણિની કાંતિથી ધોળું અને નીલરત્નની કાંતિથી નીલવણ હતું. તેમ જ મલ્લિકાના

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176