Book Title: Kumarpal Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Jain SMP Sangh

View full book text
Previous | Next

Page 282
________________ ૨૩૫ ગુજરેવર રણક્ષેત્રમાંથી ચાલતી રૂધિરની નદીઓ વૃષ્ટિવડે ધેવાયેલી ધાતુઓના રસથી મિશ્ર થયેલી પર્વતમાંથી નીકળતી નદીઓના ભ્રમ કરતી હતી. એ પ્રમાણે યમરાજાને તૃપ્ત કરનાર રણસંગ્રામ પ્રવૃત્ત થયે છતે અર્ણોરાજના સુભટોએ ચૌલુકયના સુભટને ચૂર્ણ કર્યા. શત્રુના સુભટોએ એકદમ પાછા હઠાવ્યા, જેથી ત્રાસ પામી શાસ્ત્રોના ઘાતથી જીર્ણ થયેલા ગૂર્જરેશ્વરના સુભટો ચૌલુકયક્ષિતિપતિના શરણે ગયા. પછી ગુર્જરેશ્વરે પિતાના સુભટને આશ્વાસન આપ્યું અને યુદ્ધ કરવા માટે કેહુણાદિક સર્વ સામતને પોતે પ્રેરણા કરી, શ્રી કુમારપાલે યુદ્ધની આજ્ઞા આપી છતાં તેમનાં મન ઉદાસ જાણી શ્યામલ નામે પિત ના મહાવતને પૂછ્યું કે, આ સામંત લોકે કેમ ઉદાસ દેખાય છે? સામે તેને વિચાર શ્યામલને જાણવામાં હતું, તેથી તેણે કહ્યું. હે રાજન ! આ લેકે પ્રથમથી જ તમારા ઉપર વિરક્ત હતા, જેથી તમારા વેરીએ આ લોકોને ગઈ રાત્રીએ પુષ્કળ સુવર્ણ ધન આપી પિતાના સ્વાધીન કર્યા છે. વળી એ તેમને સંકેત છે કે; તૈયાર થઈ યુદ્ધમાં ઉતરવું ખરું પણ શત્રુઓ સાથે લડાઈ કરવી નહીં. એ પ્રમાણે વિચાર કરી આ લેકે તમારે દ્રોહી થાય છે. તે સાંભળી ફરીથી રાજાએ પૂછયું, હે શ્યામલ ! હવે આપણે શું કરવું ? શ્યામલ છે. તમે, હું અને આ હાથી એ ત્રણ સ્થિર છીએ. રાજા બોલ્યા. હાથી અને તું પાછા નહીં પડે તે હું આ શત્રુને જીતેલે જાણું છું. આ હાથીને તું શત્રુના રૌખ્યમાં લઈ જા. એ પ્રમાણે ચૌલુકયે મહાવતને ઉત્સાહ આપે અને વિશેષમાં કહ્યું કે, સાહસિક પુરુષે ચલાવેલું હળ દૈવના મસ્તક પર પણ ચાલી શકે છે, એમાં કંઈ આશ્ચર્ય નથી.

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320