Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ 150 કિટ્ટિકરણાદ્ધા ઉપરની વાત સમજવા માટે ગણિતની વધુ સૂક્ષ્મતામાં આપણે ઉતરવું પડશે. નીચેની કલ્પનાને બરાબર સમજીશું તો આ વાત સારી રીતે સમજી શકાશે. પ્રથમ સમયે જેટલા દ્રવ્યની કિઠ્ઠિઓ બનાવી તેના કરતા અસંખ્યગુણ દલિકમાંથી બીજા સમયે અપૂર્વકિઠ્ઠિઓની રચના કરે છે અને પૂર્વકિટિઓની પુષ્ટિ કરે છે. બીજા સમયે કિઠ્ઠિઓને પ્રાપ્ત થતા દલિકને ચાર ભાગમાં વહેંચી શકાય છે - 1. અધસ્તનશીર્ષીયદ્રવ્ય - પ્રથમ સમયે કરેલી કિઠ્ઠિઓમાંની સૌથી ઉત્કૃષ્ટ પ્રદેશવાળી) સર્વ પ્રથમ કિટ્ટિમાં ઘણા દલિક છે. ત્યારપછી ચરમ પૂર્વકિષ્ટિ સુધી ઉત્તરોત્તર કિટ્ટિમાં વિશેષહીનના ક્રમે દલિક છે. હવે બીજા સમયે લીધેલા દ્રવ્યમાંથી પ્રથમ સમયની બીજી વગેરે પૂર્વકિઠ્ઠિઓમાં એવી રીતે દ્રવ્ય નાંખવું કે જેથી બધી પૂર્વકિઠ્ઠિઓ જઘન્ય પૂર્વકિટ્ટિની (સૌથી ઉત્કૃષ્ટ પ્રદેશવાળી પૂર્વકિટ્ટિની) સમાન પ્રદેશવાળી થઈ જાય. આ માટે દરેક કિટ્ટિમાં જેટલું દ્રવ્ય નંખાય તે અધતનશીર્ષીયદ્રવ્ય. બધી કિઠ્ઠિઓમાં નવો ચય નાંખવો છે, ઉભી થાય. માટે સર્વ કિષ્ટિઓને સરખી કરવા જે દ્રવ્ય અપાય તેનું નામ અધસ્તનશીર્ષચયદ્રવ્ય. 2. અધસ્તનકિશ્ચિદ્રવ્ય-પ્રથમ સમયની સર્વકિઠ્ઠિઓ અધસ્તનશીર્ષીયદ્રવ્યનો નિક્ષેપ થયા પછી સમાન દલિકવાળી થઈ ગઈ છે. હવે તેટલા જ દલિતવાળી, પ્રથમસમયકૃતકિઠ્ઠિઓના અસંખ્યાતમા ભાગ જેટલી નવી કિઠ્ઠિઓની રચના પ્રથમ સમયની દરેક સંગ્રહકિટ્ટિની અવાંતરકિઠ્ઠિઓની નીચે કરવી. તે માટે નવી દરેક કિટ્ટિને ભાગે આવતુ દ્રવ્ય તે અધસ્તનકિટ્રિદ્રવ્ય. દરેક અધતનકિટ્ટિમાં પ્રથમ સમયકૃત જઘન્ય કિટ્ટિ (ઉત્કૃષ્ટપ્રદેશવાળી કિટ્ટિ)માં જેટલુ દ્રવ્ય છે તેટલુ દ્રવ્ય આવ્યું. સર્વ નવી કિઠ્ઠિઓનું આ પ્રમાણનું દ્રવ્ય તે સર્વ અધસ્તનકિટ્રિદ્રવ્ય. બીજા સમયે નવી કિઠ્ઠિઓ બનતી હોવાથી એમાં પૂર્વની ઉત્કૃષ્ટ પ્રદેશવાળી કિટ્રિમાં જે દ્રવ્ય પ્રમાણ છે તેટલુ દ્રવ્ય દરેક અપૂર્વકિટ્ટિમાં નાંખવા જોઇએ. માટે પૂર્વની ઉત્કૃષ્ટદ્રવ્યવાળી કિષ્ટિના દ્રવ્યપ્રમાણને અપૂર્વકિષ્ટિની સંખ્યાથી ગુણતા જે દ્રવ્ય આવે તે અધસ્તનકિટિદ્રવ્ય કહેવાય. 3. ઉભયચયદ્રવ્ય - અધસ્તનકિટ્રિદ્રવ્ય અને અસ્તનશીર્ષીયદ્રવ્યનો નિક્ષેપ થયા પછી પૂર્વકિટ્ટિઓમાં અને અપૂર્વકિઠ્ઠિઓમાં સમાન દલિકો છે. તેને વિશેષહીનના ક્રમે (એટલે કે ગોપુચ્છાકારે) કરવા માટે શરમ કિટ્ટિમાં એક ચય જેટલુ દલિક નાંખવું, દ્વિચરમ કિટ્ટિમાં બે ચય જેટલુ દલિક નાંખવુ, ત્રિચરમ કિટ્રિમાં ત્રણ ચય જેટલુ દ્રવ્ય નાંખવુ. આ રીતે ઉત્તરોત્તર કિટ્ટિમાં એક-એક ચય જેટલુ દ્રવ્ય વધુ નાંખવું. યાવત્ સૌથી પ્રથમ કિટ્ટિમાં પૂર્વકિઠ્ઠિઓ અને અપૂર્વકિઠ્ઠિઓની સંખ્યા પ્રમાણ ચયો જેટલુ દ્રવ્ય નાંખવુ. આ પ્રમાણે દ્રવ્યનિક્ષેપ કરવાથી પહેલી કિટ્ટિથી છેલ્લી કિષ્ટિ સુધી સર્વ કિટ્ટિઓમાં વિશેષહીનના ક્રમે દ્રવ્ય થઈ જાય છે. અહીં એક ચય તે ઉભયચયદ્રવ્ય છે. ઉપર કહ્યા મુજબનું દ્રવ્ય કરવા માટે સર્વકિઠ્ઠિઓમાં નંખાયેલુ દ્રવ્ય તે સર્વ ઉભયચયદ્રવ્ય છે. પૂર્વકિઠ્ઠિઓ અને અપૂર્વકિઠ્ઠિઓ સમાનદ્રવ્યવાળી નથી હોતી પણ ગોપુચ્છકાર દ્રવ્યવાળી હોય છે, કેમકે 1. પૂર્વકિઠ્ઠિઓની પુષ્ટિ કરવી એટલે દલનિક્ષેપ દ્વારા તેને વધુ દલિતવાળી બનાવવી.