Book Title: Klesh Vina nu Jivan
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 6
________________ ક્લેશ વિનાનું જીવન [૧] જીવન જીવવાની કળા ! આવી ‘લાઈફ'માં શો સાર ? આ જીવનનો હેતુ શું હશે, એ સમજાય છે ? કંઇક હેતુ તો હશે ને ? નાના હતા, પછી થૈડા થાય છે ને પછી નનામી કાઢે છે. નનામી કાઢે છે ત્યારે આપેલું નામ લઇ લે છે. અહીં આવે કે તરત નામ આપવામાં આવે છે, વ્યવહાર ચલાવવા ! જેમ ડ્રામામાં ભર્તૃહરિ નામ આપે છે ને ? ‘ડ્રામા’ પૂરો એટલે નામ પૂરું. એમ આ વ્યવહાર ચલાવવા નામ આપે છે, અને એ નામ ઉપર બંગલા, મોટર, પૈસો રાખે છે અને નનામી કાઢે છે ત્યારે એની જપ્તી થઇ જાય છે. લોકો જીવન ગુજારે છે ને પછી ગુજરી જાય છે ? આ શબ્દો જ ‘ઇટસેલ્ફ' કહે છે કે આ બધી અવસ્થાઓ છે, ગુજારો એટલે જ વાટખર્ચી ! હવે આ જીવનનો હેતુ મોજશોખ હશે કે પછી પરોપકાર માટે હશે ? કે પછી શાદી કરીને ઘર ચલાવવું એ હેતુ છે ? આ શાદી તો ફરજિયાત હોય છે. કોઇને ફરજિયાત શાદી ન હોય તો શાદી ના થાય. પણ નાછૂટકે શાદી થાય છે ને ?! આ બધું શું નામ કાઢવાનો હેતુ છે? આગળ સીતા ને એવી સતીઓ થઇ ગયેલી, તે નામ કાઢી ગયેલી. પણ નામ તો અહીંનું અહીં જ રહેવાનું છે, ને જોડે શું લઇ જવાનું છે ? તમારી ગૂંચો ! તમારે મોક્ષે જવું હોય તો જજો ને ના જવું હોય તો ના જશો, પણ અહીં તમારી ગૂંચોના બધા જ ખુલાસા કરી જાઓ. અહીં તો દરેક જાતના ક્લેશ વિનાનું જીવન ખુલાસા થાય. આ વ્યાવહારિક ખુલાસા થાય છે તો ય વકીલો પૈસા લે છે ! પણ આ તો અમૂલ્ય ખુલાસો, એનું મૂલ્ય ના હોય. આ બધો ગૂંચાળો છે ! અને તે તમને એકલાને જ છે એમ નથી, આખા જગતને છે. ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ.’ આ ‘વર્લ્ડ’ ‘ઇટસેલ્ફ પઝલ' થયેલું છે. ૨ ધર્મ વસ્તુ તો પછી કરવાની છે, પણ પહેલી જીવન જીવવાની કળા જાણો ને શાદી કરતા પહેલાં બાપ થવાનું લાયકાતપત્ર મેળવો. એક ઇન્જિન લાવીએ, એમાં પેટ્રોલ નાખીએ અને ચલાવ ચલાવ કરીએ પણ એ મિનિંગલેસ જીવન શું કામનું ? જીવન તો હેતુસર હોવું જોઇએ. આ તો ઇન્જિન ચાલ્યા કરે, ચાલ્યા જ કરે, એ નિરર્થક ના હોવું જોઇએ. એને પટ્ટો જોડી આપે તો ય કંઇક દળાય. પણ આ તો આખી જિંદગી પૂરી થાય છતાં કશું જ દળાતું નથી અને ઉપરથી આવતા ભવના વાંક ઊભા કરે છે !! આ તો લાઇફ બધી ફ્રેકચર થઇ છે. શેના હારુ જીવે છે તે ભાને ય નથી રહ્યું કે આ મનુષ્યસાર કાઢવા માટે હું જીવું છું ! મનુષ્યસાર શું છે ? તો કે’ જે ગતિમાં જવું હોય તે ગતિ મળે અગર તો મોક્ષે જવું હોય તો મોક્ષે જવાય ! આવા મનુષ્ય-સારનું કોઇને ભાન જ નથી, તેથી ભટક ભટક કર્યા કરે છે. પણ એ કળા કોણ શીખવે ?! આજે જગતને હિતાહિતનું ભાન જ નથી, સંસારના હિતાહિતનું કેટલાંકને ભાન હોય, કારણ કે એ બુદ્ધિના આધારે કેટલાકે ગોઠવેલું હોય છે. પણ એ સંસારી ભાન કહેવાય કે સંસારમાં શી રીતે હું સુખી થાઉં ? ખરેખર તો આ પણ ‘કરેક્ટ’ નથી. ‘કરેક્ટનેસ' તો ક્યારે કહેવાય કે જીવન જીવવાની કળા શીખ્યો હોય તો. આ વકીલ થયો તો ય કંઈ જીવન જીવવાની કળા આવડી નહીં. ત્યારે ડૉક્ટર થયો તો ય એ કળા ના આવડી. આ તમે ‘આર્ટિસ્ટ’ની કળા શીખી લાવ્યા કે બીજી કોઇ પણ કળા શીખી લાવ્યા, એ કંઇ જીવન જીવવાની કળા ના કહેવાય. જીવન જીવવાની કળા તો, કોઇ માણસ સરસ જીવન જીવતો હોય તેને આપણે કહીએ કે, તમે આ શી રીતે જીવન જીવો છો એવું કંઇક મને શીખવાડો. હું શી રીતે

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 76