Book Title: Kavi Sahajsundarni Ras Krutio
Author(s): Niranjan Shwetktu Vora
Publisher: Prakrit Vidyamandal

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સંચાલિત ગુજરાતી સાહિત્યકાશમાં કામ કરતાં કરતાં અપ્રગટ મધ્યકાલીન સાહિત્યને પરિચય થ. અનાયાસ જ ભાઈશ્રી હર્ષદ ત્રિવેદી સાથે કવિ સહજસુંદરની તેતલિપુત્રને રાસ' કૃતિથી સંપાદનને આરંભ કર્યો. ત્યાર બાદ શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાંથી કવિ સહજસુંદરની અન્ય કૃતિઓ મેળવીને તેનું સંશોધન-સંપાદન કરવાનું કામ ચાલુ રાખ્યું. કવિ સહજસુંદરની જે હસ્તપ્રતો “છી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાંથી મળી શકી છે, તેમને આધારે એ કૃતિઓ અહીં પ્રગટ કરી છે. આરંભકાળની કચાશ અને કેટલીક પાઠનિર્ણયની ભૂલો તેમાં રહી હોવાને પૂરે સંભવ છે. સહજસુંદરની એક અતી સુંદર કાવ્યકૃતિ ધૂલિભદ્ર રાસ કે “ગુણરત્નાકર "દને અભ્યાસ હજુ કરી શકાયા નથી. તે સ્વતંત્ર રીતે પ્રકાશિત થઈ શકે તેવી કૃતિ છે. મારા આ કાર્યમાં મને અનેક વિદ્વાન ગુરુજને અને મિત્રોનું માર્ગદર્શન તથા મદદ મળ્યાં છે, તેમનો આભાર માનવાની અહીં તક લઉં છું. | પૃત્ય ભાયાણી સાહેબે મારા સંપાદન કાર્ય માં મને સતત માર્ગદર્શન આપ્યું છે અને સહૃદયતાપૂર્વક પુસ્તકનું પુરોવચન પણ લખી આપ્યું છે તે બદલ હું તેમની અત્યંત ઋણી છું. શ્રી જયંત કોઠારીએ મધ્યકાલીન હસ્તપ્રતોના અભ્યાસની દિશા ચીંધી આપીને કેટલાંક મૂલ્યવાન સૂચને પણ આ યાં છે, તે બદલ હું તેમની આભારી છું. શ્રી રઘુવીર ચૌધરીએ મધ્યકાલીન હસ્તપ્રતની લિપિ શીખવા માટેની અનુકૂળતા ઊભી કરી આપી ન હોત તો આ કાર્યને ક્યારે ય આરંભ થઈ શકયો ન હતા. શ્રી કનુભાઈ શેઠ, શ્રી લક્ષ્મણભાઈ ભેજક અને સલોની જેપીએ હસ્તપ્રતો તથા પુસ્તકે સુલભ કરી આપ્યાં છે. શ્રી ચંદ્રકાન્ત શેઠ અને શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાએ ‘ભાષાવિમર્શમાં આ કૃતિઓ પ્રગટ કરીને મારા સંશોધન-સંપાદનના કાર્યને ગતિશીલ રાખ્યું છે. પુસ્તક–પ્રકાશનનું કાર્ય ઉપાડી લેવા માટે શ્રી તારી મૂર્તિપૂજક જૈન બેડીંગ ટ્રસ્ટ અને શ્રી પ્રાકૃત વિદ્યામંડળની હું ણી છું. શ્રી ચંદ્રકાન્ત કડિયા, શ્રી રમણિકભાઈ શાહ અને શ્રી કે. આર. ચંદ્રાએ પુસ્તક પ્રકાશનના કાર્યમાં સતત રોગ આવ્યા છે તે સોને હું અહીં આભાર માનું છું. તા. : ----- - નિરંજન વોરા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 170