________________
૩૩૮
કર્મગ્રંથ-૬
છે. બીજા સમયે પૂર્વાપર સ્વયંભૂરમણ સમુદ્રના બન્ને છેડા સુધી લોકાન્ત લગે. કપાટ કરે છે. ત્રીજા સમયે લોકાન્ત સુધી આત્મપ્રદેશોનો વિસ્તાર કરીને મળ્યાનરૂપ કરે છે. ચોથે સમયે બાકીના આંતરા પૂર્ણ કરીને સમગ્ર લોક વ્યાપી થાય છે. પાંચમા સમયે આંતરાનુ સંકરણ કરે છે. છ સમયે મંથાનનું સંહરણ કરે છે. સાતમા સમયે પાટનું સંકરણ કરે છે. ૮મા સમયે દંડનું સંહરણ કરીને શરીરસ્થ થાય છે.
પહેલા અને આઠમા સમયે ઔદારીક કાયયોગ હોય છે. બીજે છટ્ટ અને સાતમા સમયે ઔદારીક મિશ્રકાયયોગ હોય છે.
ત્રીજા ચોથા અને પાંચમા સમયે કાર્મણ કાયયોગ હોય છે. એક સમય અણાહારી કહેવાય છે.
સયોગી કેવલી ગુણસ્થાનકના છેલ્લા અંતર્મુહૂર્ત યોગ નિરોધ કરવા માટેની શરૂઆત કરે છે. તેમાં પ્રથમ બાદર કાયયોગે કરીને બાદરમનયોગને રૂંધે છે. બાદરમનયોગ વડે બાદરવચન યોગનું રૂંધન કરે છે. ત્યારપછી સૂક્ષ્મકાયયોગ વડે બાદ કાયયોગનું રૂંધન કરે, સૂક્ષ્મકાયયોગથી સૂક્ષ્મમનયોગjધે ને સૂમકાયયોગથી સૂક્ષ્મવચનયોગનું રૂંધન કરે છે. તે પછી સૂત્મકાયયોગનું રૂંધન કરતો છતો શુકલ ધ્યાનનો ત્રીજો પાયો સૂમક્રિયા અપ્રતિપાતીનામનો ધ્યાવે તેના સામર્થ્યથી વદન - ઉદર આદિ પોલાણભાગોને આત્મપ્રદેશો વડે કરીને પૂરે એટલે કે તેનો ત્રીજો ભાગ સંકુચિત કરીને બાકીના ભાગમાં આત્મપ્રદેશોથી ઘન થાય. આ ધ્યાનમાં રહ્યો થકો સ્થિતિઘાતાદિ વડે કરીને આયુષ્યવિના ૩ કર્મ સયોગ કેવલી ગુણસ્થાનકના છેલ્લા સમયથી હૃાસ કરે. ચરમ સમયે સર્વ કર્મ અયોગી અવસ્થાની સ્થિતિસમાન થાય. પણ જે કર્મનો અયોગી અવસ્થાએ ઉદય નથી તેની સ્થિતિ ૧ સમયગૂન હોય.
સયોગી કેવલીના છેલ્લાસમયે વેદનીયની ૧, શાતા અથવા અશાતા નામકર્મની ર૯ પિંડપ્રકૃતિ-૧૭, પ્રત્યેક-૫, ત્રણ-૪, સ્થાવર-૩,
પિંડપ્રકૃતિ-૧૭ ઔદારીક-તૈજસ-કાશ્મણશરીર, ઔદારીકઅંગોપાગ, પહેલું સંઘયણ, છ સંસ્થાન ૪ વર્ણાદિ ર વિહાયોગતિ પ્રત્યેક પરઘાત ઉચ્છવાસ અગુરુલઘુ નિર્માણ-ઉપઘાત ત્રસ ૪ પ્રત્યેક
સ્થિર શુભ સુ સ્વર સ્થાવર-૩
અસ્થિર અશુભ દુઃસ્વર