Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ કર્મગ્રંથ-૨ વિવેચન શ્રી શંખેશ્વર પાર્વનાથાય નમ: ચૌદગુણસ્થાનક વિવેચન * જે પ્રકારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ગુણસ્થાનકને વિષે વિશુદ્ધિ પ્રાપ્ત કરતાં કરતાં સઘળાય ગુણસ્થાનકોને સ્પર્શતા બંધ-ઉદય-ઉદીરણા અને સત્તારૂપ કર્મ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ-ઉદય વિચ્છેદ-ઉદીરણા વિચ્છેદ અને સત્તા વિચ્છેદ કરતાં કરતાં સિદ્ધિગતિને પામ્યા તે રૂપે હું તેમની સ્તવના કરું છું. - આ કારણથી આ કર્મગ્રંથ સ્તવનારૂપ ગણાય છે. તેથી આ કર્મમંથને વિશે ૧૪ ગુણસ્થાનકોમાં કયા કયા ગુણસ્થાનકોને વિશે કેટલી કેટલી પ્રકૃતિઓ બંધ - ઉદય - ઉદીરણા તથા સત્તામાં હોય છે તે જણાવશે. તેમજ તે તે ગુણ થાનકને વિશે બંધમાંથી-ઉદયમાંથી-ઉદીરણામાંથી અને સત્તામાંથી કેટલી કેટલી પ્રકૃતિઓનો વિચ્છેદ થાય છે તે જણાવાશે. ૧૪ ગુણસ્થાનકના નામ : (૧) મિથ્યાત્વ (૮) નિવૃત્તિકરણ અથવા અપૂર્વકરણ (૨) સાસ્વાદન (૯) અનિવૃત્તિકરણ (૩) મિશ્ર (૧૦) સુક્ષ્મસંપરાય (૪) અવિરતિ સમ્યફદ્રષ્ટિ (૧૧) ઉપશાંતમોહ છમસ્થ વિતરાગ (૫) દેશ વિરતી (૧૨) ક્ષીણમોહ છદ્ભસ્થ વિતરાગ (૬) પ્રમત્ત સર્વવિરતી (૧૩) સયોગીકેવળી (૭). અપ્રમત્ત સર્વવિરતી (૧૪) અયોગીકેવળી ૧૪ ગુણસ્થાનકનું સ્વરૂપ : ગુણસ્થાનક ગુણ એટલે જ્ઞાનાદિ ગુણો તેઓનું જે સ્થાન તે ગુણસ્થાનક કહેવાય છે, એટલે કે જ્ઞાનાદિ ગુણોની શુદ્ધિરૂપ ક્રમસર થતો પ્રકર્ષ અને જ્ઞાનાદિગુણોની અશુદ્ધિરૂપ કમસર થતો અપકર્ષરૂપ જે અધ્યવસાય તે ગુણસ્થાનક કહેવાય છે. (૧) મિથ્યાત્વ ગુણસ્થાનક : મિથ્યાત્વ એટલે સર્વજ્ઞ પરમાત્માએ કહેલા જીવાદિ પદાથોને વિશે વિપરીત બુદ્ધિ તે મિથ્યાત્વ કહેવાય છે. તત્વની દ્રષ્ટિએતો જગતમાં રહેલા કુદેવ-કુગરૂ-કુધર્મને સુદેવ-સુગરૂ-સુધર્મ રૂપે ધર્મબુદ્ધિએ માનવા અથવા એની આરાધના કરવી તે મિથ્યાત્વ કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 122