Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
પ્રકરણ ૨ : આગમનાં વિવરણે જે જે આગમમાં કમસિદ્ધાંતને અંગે થેડીક પણ બાબત અપાઈ હોય તે તે આગમનાં વિવરણોમાં તે તે બાબતનું સ્પષ્ટીકરણ અને કેટલીક વાર એને લગતી વિશેષ વિગતે પણ હોય એ સ્વાભાવિક છે. આ મહત્વપૂર્ણ વિવરણોને મોટો ભાગ સુપ્રસિદ્ધ અને પ્રકાશિત છે એટલે એ તમામનાં નામ અહીં હું રજૂ કરતો નથી.
[1] આવસ્મય (આવરૂય)ની નિજજુત્તિ (નિયુક્તિ)-નિષુત્તિ એ આગમનું પ્રાચીનતમ વિવરણ છે. નિજજત્તિઓમાં આવાસયની નિજજુત્તિ અગ્ર સ્થાન ભોગવે છે. આ નિજજુત્તિની કેટલીક ગાથાઓ (દા. ત. ૧૪, ૧૫, ૩૯ અને ૪૦) અત્રે પ્રસ્તુત છે.
વિસે સાવસ્મયભાસ (વિશેષાવશ્યક ભાષ્ય)–આ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આવસ્મયને અંગે રચેલું મનનીય ભાસ (ભાષ્ય) છે. એમાં કમસિદ્ધાન્ત સંબંધી નીચે મુજબના વિષયેનું નિરૂપણ છે -
પાંચે જ્ઞાન (ગા. ૭-૮૩૬ ), ગતિ વગેરે વીસ માગંણું (ગા. ૪૦૯-૪૧૦), આઠ વર્ગણ (ગા. ૨૬૩૧-૬૪૬), સમ્યકત્વની પ્રાપ્તિ (ગા. ૧૧૯–૧૨૨૧), ચારે કષાનું સ્વરૂપ (ગા. ૧૨૨૪૧૨૫૯), ઉપશમશ્રેણિ (ગા. ૧૨૮૪-૧૩૦૧), કષાયની દુરંતતા (ગા. ૧૩૦૬), કષાયોન. સામર્થ્યનાં ઉદાહરણો (૧૩૦૭-૧૩૦૮) અને ક્ષપકશ્રેણિ (ગા. ૧૩૧૩-૧૩૪૧).
ગણધરવાદ-શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જે અગિયાર ગણધર હતા એ પૈકી બીજા ગણધર અગ્નિભૂતિને અંગેના
૧. આ આવાસયની નિષુત્તિની ગા. ૧૪-૧૫ છે. ૨. આ ઉપર્યુક્ત ૩૯લ્મી ગાથા છે, જ્યારે ગા. ૬૩૮ તે ૪૦મી છે.