Book Title: Kalashamrut 6
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકીય નિવેદન વર્તમાન તીર્થના નાયક ચરમ તીર્થંકર શ્રી મહાવીરભગવાનથી પ્રગટ થયેલી દિવ્યધ્વનિની પરંપરામાં દ્વિતિય શ્રુતસ્કંધની રચના થઈ. આશરે ૨૦૦૦ વર્ષ પૂર્વે શ્રીમદ્ કુંદકુંદઆચાર્ય થયા, જેમનું સ્થાન જૈન પરંપરામાં સર્વોત્કૃષ્ટ છે. તેઓશ્રીએ સદેહે વિદેહક્ષેત્રની જાત્રા કરી, શ્રી “સીમંધર ભગવાનના સાક્ષાત્ દર્શન કરી, તેઓશ્રીની વાણી સાંભળી. ત્યાંથી પાછા આવી વર્તમાનમાં ઉપલબ્ધ શાસ્ત્રોમાંનું સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર શ્રી સમયસારજીની રચના કરી. આશરે ૧000 વર્ષ પૂર્વે શ્રીમદ્ “અમૃતચંદ્રઆચાર્ય નામના પ્રખર આચાર્ય થયાં. તેઓશ્રીએ શ્રી સમયસારજી શાસ્ત્રની ટીકા કરી તથા મંદિર પર શોભીત કળશની જેમ ટીકા પર કળશરૂપી શ્લોકોની રચના કરી. કાળક્રમે જેમ જેમ જીવોનો ક્ષયોપશમ ઘટતો ગયો તેમ આચાર્ય ભગવંતોના ભાવો જીવોને સમજવા કઠીન લાગતાં, “શ્રી રાજમલ્લજી પાંડેએ “અમૃતચંદ્રઆચાર્યના કળશો ઉપર સાદી દેશભાષામાં ટીકા કરી. આ ટીકામાં તેઓશ્રીએ શ્લોકના શબ્દોના સીધા અર્થો કરવા કરતાં તેના અનુભવગર્ભિત સારરૂપ ભાવાર્થ સહિત ટીકાની રચના કરી. શ્રી “સમયસારજી શાસ્ત્ર ઉપર ઘણાં આચાર્યો તથા જ્ઞાની પંડિતોએ ટીકા કરી છે. પરંતુ “અમૃતચંદ્રાચાર્યના કળશ ઉપર પંડિત શ્રી રાજમલ્લજીની ટીકા પૂજ્ય ગુરુદેવશ્રીને એટલી પસંદ પડી ગઈ કે તેઓશ્રીએ તેનો અનુવાદ કરવાની પ્રેરણા આપી તેના ઉપર સાદી ભાષામાં ભાવવાહી પ્રવચનો આપ્યાં. આ પ્રવચનો પૈકી કલશાકૃત ભાગ ૧થી૫ આ સંસ્થા તરફથી પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેનો જ ભાગ – ૬ પ્રકાશિત કરતાં સંસ્થા હર્ષનો અનુભવ કરે છે. અગાઉના ૪ ભાગોમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો સંકલિત કરીને પ્રકાશિત થયા હતા. પાંચમાં તથા છઠ્ઠા ભાગમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો અક્ષરશઃ પ્રકાશિત કર્યા છે. જેથી મુમુક્ષઓને પ્રવચનોની ટેપ સાંભળતી વખતે સાથે રાખી શકાશે. આ ભાગમાં મોક્ષ અધિકારના થોડા કળશો તથા સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારના

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 491