Book Title: Jivannu Amrut
Author(s): Bhavyasundarvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 23
________________ અવધિજ્ઞાન જગતમાં રહેલા છ દ્રવ્યોમાંથી માત્ર પુદ્ગલ દ્રવ્ય રૂપી છે, અર્થાત્ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ધરાવે છે. અવધિજ્ઞાનથી નિયત ક્ષેત્ર અને કાળમાં રહેલ અમુક રૂપી દ્રવ્યોને જાણી શકાય છે. જેમ જેમ અવધિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ વધતો જાય, તેમ તેમ અવધિજ્ઞાન નિર્મળ થતું જાય અને તેથી વધુ મોટા ક્ષેત્ર, વધુ લાંબા કાળમાં રહેલ વધુ સૂક્ષ્મ દ્રવ્યો પણ તેનાથી જાણી શકાય. ક્ષેત્રથી વિચારીએ તો અવધિજ્ઞાન ઉત્કૃષ્ટથી સંપૂર્ણ લોકમાં રહેલા રૂપી દ્રવ્યોને જાણી શકે, ઉપરાંત અલોકમાં પણ અમુક મર્યાદા સુધીમાં રહેલા રૂપી દ્રવ્યોને જાણી શકે, પરંતુ અલોકમાં રૂપી દ્રવ્યો જ ન હોવાથી જાણવાનો પ્રશ્ન નથી રહેતો. કાળથી વિચારીએ તો અવધિજ્ઞાન ભૂત અને ભવિષ્યમાં અસંખ્ય કાળચક્ર (ઉત્સર્પિણી-અવસર્પિણી) સુધીના રૂપી દ્રવ્યોને જાણી શકે. દ્રવ્ય દૃષ્ટિએ વિચારીએ તો અવધિજ્ઞાન ઉત્કૃષ્ટથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ પુદ્ગલદ્રવ્ય-પરમાણુને પણ જાણી શકે છે. આવા અવધિજ્ઞાનથી મનોવર્ગણાના પુદ્ગલો પણ જાણી શકાય, તેથી બીજાના વિચારો પણ જાણી શકાય. કાર્યણવર્ગણાના પુદ્ગલો પણ જોઇ શકાય, તેથી બીજાના કર્મો પણ જાણી શકાય. ભાવની દ્રષ્ટિએ વિચારીએ તો દરેક દ્રવ્યના અસંખ્ય પરિણામો (અવસ્થાબદલાવ આદિ) જોઇ શકે છે. અવધિજ્ઞાન ૨ પ્રકારે થાય છે. ૧) ભવપ્રત્યયિક - દેવો અને નાકોને જન્મથી જ નિયમા-અવધિજ્ઞાન અથવા વિભંગજ્ઞાન હોય છે-તે તેમનીં ગતિના કારણે જ ઉત્પન્ન થતું હોવાથી ભવપ્રત્યયિક કહેવાય છે. ૨) ગુણપ્રત્યયિક - મનુષ્યો અને તિર્યંચોને વિરતિ વિ. ગુણોના પ્રભાવે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ગુણપ્રત્યયિક કહેવાય છે. તીર્થંકર ભગવંતો પૂર્વના (દેવ કે નારકના) ભવથી અવધિજ્ઞાન સાથે લઇને આવે છે-અર્થાત્ ચ્યવન(ગર્ભાવાસથી)જ તેમને અવધિજ્ઞાન હોય છે. જીવનનું અમૃત ૯

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54