Book Title: Jinpuja ane Tenu Fal
Author(s): Ramchandrasuri, Kirtiyashvijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ એ સગુરુના શ્રીમુખે શ્રી જિનવાણીનું શ્રવણ પણ કરે ને ? શ્રી જિનવાણીનું શ્રવણ કરતાં કરતાં આત્મામાં વિવેકગુણ પ્રગટે કે નહિ ? જે આત્માઓમાં વિવેકગુણ પ્રગટ્યો હોય, તે આત્માઓને જ્યારે દુઃખ આવે ત્યારે શું લાગે ? અને જ્યારે તેમને કોઈ પણ પ્રકારની સારી સામગ્રી કે સુખસામગ્રી મળી જાય ત્યારે પણ શું લાગે? જેટલું દુઃખ, તે શ્રી જિનની આજ્ઞા નહિ પાળેલી, શ્રી જિને કહ્યાથી ઊલટું કરેલું, શ્રી જિનાજ્ઞાની વિરાધનાદિ કરેલ, તેનું ફળ છે–એમ લાગે ને ? અને થોડું પણ સુખ, જાણ્યે-અજાણ્યેય શ્રી જિનાજ્ઞા પળાઈ ગયેલી - તેનું ફળ છે, એમ પણ લાગે ને? એના યોગે, દિલ શું ચાહે ? શ્રી જિનની આજ્ઞાની આરાધનાને જ ને ? અને ‘ભૂલે ચૂકે પણ મારાથી શ્રી જિનની આજ્ઞાની વિરાધના થઈ જાય નહિ, એની મારે તકેદારી રાખવી જોઈએ.’ એમ પણ થાય ને ? આ વિવેકમાં સમાધિ આપવાની જેવી-તેવી તાકાત છે ? મનનો સાચો સમાધિભાવ, એ જ મનની સાચી પ્રસન્નતા છે ને ? શ્રી જિનની આજ્ઞાનું થોડું પણ આરાધન મનને કેટલું બધું પ્રસન્ન બનાવે ? ઘણું જ, કેમ કે સઘળાય સુખનું કારણ શ્રી જિનાજ્ઞાનું પાલન કરવું એ જ છે, એ વાત મનમાં બરાબર જચી ગયેલી છે. આવા વિવેકી જીવના મનની પ્રસન્નતા ઉપસગદિની વેળાએ પણ ટકી શકે. એને ઉપસર્ગાદિ આવે ત્યારે એમેય થાય કે “ભૂતકાળમાં શ્રી જિનાજ્ઞાથી ઊલટું જે કરેલું, શ્રી જિનાજ્ઞાનો જે ભંગાદિ કરેલો, તેનાથી બંધાયેલ પાપકર્મનું જ આ ફળ છે. સારું થયું કે એ પાપ આ સમયે ઉદયમાં આવ્યું, કે જ્યારે હું સજાગ છું. “આ મારું જ પાપ છે, મારા પાપનું જ આ ફળ છે.” એનો મને ખ્યાલ આવે અને આ પાપોદયને સમતાથી ભોગવી લઈને નિર્જરા સાધી શકાય-એવા સારા સમયમાં આ પાપ ઉદયમાં આવ્યું તે સારું થયું. આત્માને કર્મના ભારથી વધારે હળવો બનાવવાની આ સુંદર તક છે.” આવા પ્રકારના વિચાર માત્રમાં પણ, આવેલા દુઃખને હળવું કરી નાંખવાની અને મનને પ્રસન્ન બનાવી રાખવાની કેટલી બધી તાકાત છે ? વિવેકી તો સમજે કે આપણે બાંધેલું પાપ ઉદયમાં આવી જાય, તો ૧૦ છે પૂ.આ. રામચન્દ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38