________________
૧૦૬
- જિનતરવું
લેવા તત્પર થયેલા સાધુમાં પણ કેવા કેવા દે પ્રવેશી. જાય છે, તેનું સરસ મને વૈજ્ઞાનિક પૃથક્કરણ કરેલું છે.
સાધુઓ પણ જ્યારે પિતાના ગુરુ પાસે પોતાના દેની આલોચના કરે ત્યારે તેઓએ દસ પ્રકારના અતિચારોમાંથી બચવું જોઈએ એમ ભગવતીસૂત્રમાં લખ્યું છે. दस आलोयणादोस पण्णता, नं जहा - आकंपयित्ता, अणुमाणइत्ता, जं दिठं, बायरं य सुहुमं वा । छन्नं, सद्दाउलयं, बहुजण, अव्वत्त, तस्सेवी ।
આકપિત, અનુમાનિત, યદષ્ટ, બાદર, સૂક્ષ્મ, પ્રરછન્ન, શાકુલ, બહુજનપૃચ્છા, અવ્યક્ત અને તન્નેવી એમ દસ પ્રકારના આલેયણાના દેષ ગણાવવામાં આવ્યા છે. (૧) આકંપિત :
પિતાના દેશે ગુરુને કહેતાં પહેલાં, એટલે કે આલાયણું લેતાં પહેલાં સાધુ પિતે પેતાના ગુરૂની ખૂબ સેવાચાકરી કરે, એમના આહારપાણીનું બરાબર ધ્યાન રાખે, એમને વંદન કરવાની વિધિનું ચીવટપૂર્વક સમયસર પાલન કરે અને ગુરુમહારાજને બરાબર પ્રસન્ન કર્યા પછી, એમનામાં દયાભાવ પ્રગટ કર્યા પછી આલેયણ લે કે જેથી ગુરુમહારાજ ઓછું પ્રાયશ્ચિત્ત આપે. એછું પ્રાયશ્ચિત્ત લેવાના આશયથી ગુરુમહારાજને પ્રસન્ન કરી લેવાની વૃત્તિ થવી તે ચેડ્યું નથી. એ એક પ્રકારને આલોચનાને. અતિચાર છે.